ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ દોલતપર માર્કેટિંગ યાર્ડ પાસેથી ગત તા.17ના રોજ જીજે 32 જે 2627 નંબર જેની કી.રૂ.35,000નું બાઈક કોઈ અજાણ્યો ઈસમ ઉઠાવી જતા એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ બાઈક ચોરી કરનાર શખ્સને પીઆઇ બી.બી.કોળી તથા એમ.સી.પટેલ અને પોલીસ સ્ટાફે ટેક્નિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચોર જીઆઇડીસી વિસ્તરામાં હોવાનું સામે આવતા ગણતરીની કલાકોમાં બાઈક ચોર ઈસમ ભનુ ઉફે દીનેશ ર્કેશુભાઇ વાઘેલા રહે.જુનાગઢ દોલતપરા 66 ર્કેવી પાસેના શખ્સને બાઈકના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથધરી છે.અને વધુ તપાસમાં અન્ય કોઈ જગ્યાથી વધુ બાઈક ચોરી કરી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ એ.ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.