રીયલ એસ્ટેટ મંદીની શરૂઆત ?
લૉનમાં 32%નો ઘટાડો: સરેરાશ પ્રતિ લૉન રકમ 118% વધી: જંત્રી દરની પણ અસર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશમાં હવે એફોર્ડેબલ હાઉસીંગ નહી પણ લકઝરી મોંઘા આવાસોનો નવો ક્રેઝ શરૂ થયો છે અને તેનું સીધું પ્રતિબિંબ હાઉસીંગ લોનના છેલ્લા જાહેર થયેલા આંકડા પરથી જોવા મળે છે. ગુજરાતમાં હાઉસીંગ ફાયનાન્સ માર્કેટમાં આ અંગે એક નવી પેટર્ન જોવા મળી રહી છે.
હાઉસીંગ લોન લેનારનું ચલણ ઘટયું છે પણ લોનની રકમ વધી છે એટલે કે એક તરફ આવાસો મોંઘા થયા છે અને તેની એક વર્ગ માટે ઘરનું ઘર ફરી ‘સ્વપ્ન’ બનવા લાગ્યુ છે તો બીજી તરફ જેઓની કમાણી વધી છે તેઓ મોંઘા આવાસો અને તે રીતે વધુ રકમની હાઉસીંગ લોન લેવા લાગ્યા છે.
રાજય સ્તરની બેન્કીંગ કમીટીના આંકડાઓ પરથી એ માહિતી બહાર આવી છે કે જુલાઈ-સપ્ટેમ્બર કવાટરમાં વર્ષના ત્રણ માસમાં હાઉસીંગ લોન લેનારનું પ્રમાણ અગાઉના ત્રણ માસ 1.58 લાખની સામે આ વર્ષે 95532 રહ્યું છે. આમ લોન લેનાર ઘટયા છે પરંતુ કુલ ચૂકવાયેલ લોનની રકમ 32% વધી છે અને પ્રતિ ગ્રાહક લોન જે અગાઉ રૂા.6.82 લાખ હતી તેમાં 118%નો વધારો થયો છે અને રૂા.14.93 લાખ નોંધાઈ છે. આમ આવાસ મોંઘા બન્યા છે અને લકઝરી આવાસ પ્રત્યેનું લોકોનું આકર્ષણ વધ્યુ છે. આ આંકડા એ પણ દર્શાવે છે કે એક વિશાળ વર્ગને પોસાય શકે તેવા મધ્યમ કિંમતના આવાસો હવે ઉપલબ્ધ નથી અથવા ઓછા છે.
મોંઘા આવાસ ખરીદવાની આ વર્ગની ક્ષમતા નથી તેથી તેઓ માટે ઘરનું ઘર શકય બનતુ નથી. આ ઉપરાંત જે અન-ઈવન એટલે કે એક સમાન આર્થિક વિકાસ થતો નથી તે પણ નિશ્ચિત બની રહ્યું છે. જૂનથી ઓગષ્ટના કવાટરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી.
હાલ હાઉસીંગ ક્ષેત્રમાં માંગ પણ ધીમી છે તેની અસર પણ આ લોન આંકડાઓ પર પડી છે. જો કે લકઝરી આવાસો બની રહ્યા છે અને તેમાં ગુજરાતના મહાનગરોમાં તે ચિત્ર જોવા મળે છે.
હજુ રાજયના હાઉસીંગ ક્ષેત્રમાં નવી જંત્રી જે અમલમાં આવી રહી છે તેની અસર બાકી છે. જો કે આ જંગી શેડયુલ 2023થી અમલી બની જ ગઈ છે પણ જે રીતે અસમજતા જોવા મળી છે તેની સામે રીયલ એસ્ટેટ ઉદ્યોગોએ જે વિરોધ કર્યા છે તે કેટલો અસરકારક હશે તે પણ પ્રશ્ર્ન છે.
એફોર્ડેબલ હાઉસિંગ AHP સ્કીમમાં છેલ્લા 3 વર્ષમાં નવાં મકાનો બન્યાં નથી
- Advertisement -
ગુજરાતમાં 2016-17ના વર્ષથી શહેરી વિસ્તારોમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની જુદી જુદી ચાર યોજનાઓનો પહેલો રાઉન્ડ 2024-25ના વર્ષમાં પૂરો થાય છે. વર્ષ 2025-26થી પાંચ વર્ષ સુધી બીજો રાઉન્ડ ચાલશે. પહેલા રાઉન્ડમાં જમીન માલિકોની પોતાની જમીન ઉપર સર્જાતા એફોર્ડેબલ મકાનોની બેનિફિશયરી લેડ ક્ધસ્ટ્રક્શન યોજનામાં કુલ 1,56,978 મકાનો પૂર્ણ થશે, જેમાં યુનિટદીઠ કેન્દ્ર સરકાર દ્વારા રૂ.1.50 લાખની સહાય લેખે કુલ રૂ.2354,67 કરોડ ખર્ચાશે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.2 લાખની સહાય લેખે કુલ રૂ.3139,56 કરોડ ખર્ચાશે. હજી પ્રત્યેક ચાર ઘટકોમાં નવા પાંચ વર્ષ દરમિયાન કુલ કેટલા મકાનો બનશે તેનો ટારગેટ હજી કેન્દ્ર સરકાર તરફથી આવ્યો નથી. અલબત્ત રાજ્ય સરકારની ગણતરી પ્રમાણે બેનિફિશયરી લેડ ક્ધસ્ટ્રક્શનની યોજનામાં 1.50 લાખ મકાનો બાંધવાનો લક્ષ્યાંક રાજ્યને મળે તેવી શક્યતા છે અને એ પ્રમાણે કેન્દ્ર સરકારની સહાય પાંચ વર્ષમાં યુનિટદીઠ દોઢ લાખ લેખે રૂ.2250 કરોડ મળશે, જ્યારે રાજ્ય સરકાર યુનિટદીઠ સહાયમાં રૂ.50 હજારનો વધારો કરશે તો પાંચ વર્ષમાં રાજ્ય દ્વારા રૂ.3750 કરોડ ખર્ચાશે.
અને એ રીતે પાંચ વર્ષમાં રાજ્યનો આ સબસિડી પાછળ ખર્ચ રૂ.610 કરોડ વધશે અઇંઙ જે ચારે પૈકી સૌથી મહત્ત્વની યોજના છે તેમાં 2015-16થી 2024-25 દરમિયાન કુલ 1,42,733 મકાનો સર્જાયા છે. આ ઘટકમાં 2022-23થી 2024-25 સુધી ત્રણ વર્ષમાં એક પણ નવા મકાનો સર્જાયા નથી,