‘ગુરુ’ લાભુભાઈ ત્રિવેદી જન્મ શતાબ્દી વર્ષ ધામધૂમથી ઉજવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિદ્યાર્થીઓમાં પહેલેથી રહેલી વિવિધ શક્તિને બહાર લાવવામાં મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લાભુભાઈ ત્રિવેદીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે લાભુભાઈને અતિપ્રિય એવા વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 એમ ત્રણ માસ દરમિયાન સંસ્થાની શાળા, કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રાજકોટ ઓપન ક્વિઝ સ્પર્ધા, મેગા જોબ ફેર, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, કોલેજના શિક્ષકો માટે શૈક્ષણિક સેમિનાર, પ્રજાસત્તાક દિનની ઉજવણી, એથ્લેટીક્સ સ્પર્ધા, મેરા ટેલેન્ટ મેરી પહેચાન સ્પર્ધા, નૃત્ય સંગમ નૃત્યોત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સંસ્થામાં પીએચ.ડી. થયેલા શિક્ષકોનું સન્માન વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રે છેલ્લાં 59 વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 27 સંસ્થાઓ જેમાં બાલમંદિર, શાળા, એન્જીનિયરીંગ કોલેજ, કોમર્સ કોલેજ, કોમ્પ્યુટર સાયન્સ કોલેજ, આર્ટસ કોલેજ તથા બી.એડ. કોલેજમાં 17238થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ એ રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રે ટ્રસ્ટના પાયાના પથ્થર, આદ્યસ્થાપક અને શિક્ષણ સેવા જગતના ‘ગુરુ’ લાભુભાઈ ત્રિવેદીના આશીર્વાદથી અને સંસ્થા હાલ મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી તથા ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીના નેજા હેઠળ અવિરત શિક્ષણ પરબ ચલાવી રહ્યું છે. ટ્રસ્ટનો ધ્યેય મંત્ર છે- ‘આત્મ દીપો ભવ’ એટલે કે આપણે જ આપણો વિકાસ કરીએ. જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન દરેક વિદ્યાર્થીને અહીં આપવામાં આવે છે. મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક ગુરુ લાભુભાઈ ત્રિવેદી સમર્થ આયોજક, દિગ્દર્શક, નિર્માણકર્તા અને પ્રવૃત્તિઓના સ્તોત્ર તેમના પ્રેમાળ, સંવેદનાસભર વ્યક્તિત્વથી અસંખ્ય યુવાધન અને જાગૃત નાગરિકો જાહેકજીવનમાં સક્રિય થયેલા છે.
આ ક્રાર્યક્રમ અંગે ડૉ. પ્રિતીબેન ગણાત્રા, ડૉ. શૈલેષ સોજીત્રા, ડૉ. અજિતાબેન જાની, હરિકૃષ્ણભાઇ પંડયા, જલ્પાબેન ચાવડા, લીનાબેન ત્રિવેદી, પાયલબેન જોષી, તૃપ્તિબેન જોષી, માલતીબેન ચૌહાણ, અબ્બાસભાઇ લાબા, મયુરીબેન ચુડાસમાએ ખાસ-ખબર કાર્યલય ખાતે આવીને વધુ વિગત જણાવી હતી.