મચ્છરની ઉત્પત્તિ કરતાં 158 રહેણાંક અને 80 કોમર્શિયલ આસામીઓને નોટીસ ફટકારાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઉભા થતાં જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરાઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 9-12-2024થી 15-12 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 29175 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 583 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલી છે.
- Advertisement -
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલીક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરુદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 362 પ્રિમાઈસીસ (બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલી છે જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 158 તથા કોમર્શિયલ 80 આસામીઓને નોટીસ આપવામાં આવી છે.