મહંત શાસ્ત્રી પૂ.રાધારમણદાસજી સ્વામી તથા પૂ.વિવેકસાગરદાસજી સ્વામીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
શ્રી લક્ષ્મીનારાયણદેવ ટેમ્પલ બોર્ડ વડતાલ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર (બોરડી વાળું) ભૂપેન્દ્ર રોડ રાજકોટમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણદેવાદી દેવોનો આજે 72 મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંદીરમાં બિરાજતાં દેવોનો અભિષેક કરવામાં આવ્યો હતો સાથે સાંજીના ગીત, જળયાત્રા, સત્સંગસભા, અભિષેક, અન્નકૂટ દર્શન સહિતના વિવિધ કાર્યક્રમો મંદિરના મહંત શાસ્ત્રી પૂ.રાધારમણ દાસજી સ્વામી અને બાલાજી હનુમાનજી મંદિરના મહંત પૂ.વિવેકસાગર દાસજી સ્વામીની અધ્યક્ષતામાં યોજાયા હતા. આ પાવન અવસરે વયોવૃદ્ધ કોઠારી પૂ.હરિચરણ દાસજી સ્વામી, દ્વારકાથી પૂ.ગોવિંદ સ્વામી, વિસાવદરથી પૂ.આનંદ સ્વામી, પૂ.કૃષ્ણવલ્લભ દાસજી સ્વામી, ખીરસરાથી પૂ.ભક્તિ સ્વામી, પૂ.ધર્મપ્રકાશ દાસજી, જામજોધપુરથી પૂ.જગતપ્રકાશદાસજી સ્વામી, પૂ.ભક્તવત્સલ દાસજી સ્વામી, પૂ.આત્મજીવન સ્વામી, પૂ.મુનિ વત્સલ સ્વામી, પૂ.જે.પી.સ્વામી તેમજ ધામે ધામથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, તમામ સંતોએ મંદિરમાં બિરાજતાં દેવોનાં અભિષેકનો લ્હાવો લીધો હતો સાથે બહોળી સંખ્યામાં હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત તસવીરમાં સંતો અભિષેક કરતા નજરે પડે છે.