સ્પેમ કોલ, મેસેજ રોકવા ગાઈડ લાઈન જાહેર થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
- Advertisement -
ગ્રાહક મામલાનાં સેક્રેટરી નિધિ ખરેએ શુક્રવારે જણાવ્યુ હતું કે વિભાગ ટૂંક સમયમાં ગ્રાહકોનાં હિતની રક્ષા માટે સ્પેમ કોલ અને મેસેજને રોકવા માટે ગાઈડ લાઈન્સ જાહેર કરશે. જૂનમાં વિભાગે બેકાર, પ્રમોશનલ કે વણ માગ્યા કોલના મુદ્દાને હલ કરવા માટે મુસદા ગાઈડલાઈન જાહેર કરી હતી. ડ્રાફટ ગાઈડ લાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ એ બધા પર લાગુ થશે જે આવા મેસેજ મોકલે છે કે તેનો ફાયદો ઉઠાવે છે. જો કોઈ મેસેજ તેને મેળવનારની મરજી કે પસંદની વિરૂદ્ધ છે તો તેને વણમાગ્યા મેસેજની કેટેગરીમાં રાખવામાં આવશે જે મેસેજ ટ્રાઈ (ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયા)નાં કોમર્શિયલ મેસેજનાં નિયમોને તોડે છે તેના પર પાબંદી લાદવામાં આવશે.
શું છે મુશ્કેલી?
મંત્રાલયે જણાવ્યું હતું કે આ ડ્રાફટ ગાઈડ લાઈનને ઉદેશ એ અન રજીસ્ટર્ડ માર્કેટર્સનો સામનો કરવાનો છે પ્રાઈવેટ નંબરનો ઉપયોગ કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભલે ડુ નોટ ડિસ્ટર્બ રજીસ્ટર્ડ ટેલીમાર્કેટસને માટે કારગત રહી હોય પણ અન રજીસ્ટર્ડ સોર્સીસથી આવતા મેસેજ પર કોઈ રોક નથી.
ગાઈડલાઈન શા માટે?
આ ગાઈડલાઈન ગ્રાહકોને તેમની મંજુરી વિના અને જબરજસ્તીથી કરવામાં આવતા માર્કેટીંગથી બચાવવા માગે છે.