ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
પાલીતાણા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેઇન બ્રાન્ચ દ્વારા જેસર તાલુકામાં પીજીવીસીએલમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા આશિષભાઈ હિંમતભાઈ ચૌહાણ જેવોનું 20 ઓગસ્ટના રોજ ઈલેક્ટ્રીક શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું.
- Advertisement -
જેને લઈને પાલીતાણા state bank of indiaમાં તેમનું પગાર ખાતુ ધરાવતા હોય જેથી પર્સનલ એકસીડન્ટ પોલિસી માં મળતી સહાય આપવામાં આવી હતી. જેમાં પાલીતાણા એસબીઆઇ બેન્કના મેનેજર મનોજકુમાર તથા કર્મચારીઓ દ્વારા આશિષભાઈના પત્ની રિદ્ધિબેન ચૌહાણને 40 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં પીજીવીસીએલના એક્ઝિટિવ એન્જિનિયર આર.જે રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારનું આર્થિક ભારણ હળવું કરવા તેમની પોલિસીને આધારે મળતી રકમ 40 લાખના સહાયની જાહેરાત કરી 40 લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.



