સમસ્યાઓના તુરંત જ ઉકેલ માટે અધિકારીઓનો ઉધડો લેતા પણ નજરે પડ્યા
ઇતિહાસમાં પ્રથમ વખત કલેકટરે શેરીઓમાં જઈ લોકોની ફરિયાદો સાંભળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.5
વેરાવળ શહેરભરમાં કલેકટરની આ કાર્ય શૈલીના લોકો મુક્ત મને વખાણ કરી રહ્યા છે. કારણ કે જ્યાં પાલિકાના અધિકારી ઓ પણ ગંદકી જોવા નથી જતા. ત્યાં જિલ્લા કલેકટર જઈ અને લોકોની સમસ્યા ઓ સાંભળી અને નિકાલ કરી રહ્યા છે. વેરાવળ સોમનાથ જોડીયા શહેર છે ત્યારે આ વિસ્તારમાં કોઈ વીવીઆઈપીઓનું આગમન થાય ત્યારે મુખ્ય રસ્તાઓ સાફ કરી અને સ્વચ્છતા બતાવાય છે પરંતુ શહેરભરની વાસ્તવિકતા અને લોકોની સમસ્યા કાંઈક જુદી જ છે આ વાતની જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને ધ્યાને આવતા છેલ્લા પાંચ દિવસથી શહેરના 11 વોર્ડમાં જાતે ચાલી અને લોકોના ઘરે જઈ મહિલાઓ બાળકો અને વૃદ્ધોની સમસ્યાઓ અને આપવી હતી સાંભળી રહ્યા છે.
વળી તેઓ પોતાની સાથે જ સંલગ્ન તમામ જવાબદાર અધિકારીઓને સાથે લઈને જ જાય છે અને જે તે સ્થળે જ એક દિવસમાં નિકાલ કરવાની ખાતરી આપે છે અને જો કોઈ કલેકટરને સમજાવવાની વાત કરે તો તુનંત જ તેઓ તેમને તેમની ભાષામાં સમજાવી અને અન્ય લોકોની સમસ્યાઓને દૂર કરી રહ્યા છે. ગઈ કાલે શહેરના હાર્દ સમા સટ્ટા બજાર તપેશ્વર રોડ સુભાષ રોડ તેમજ વિવિધ સમાજો ની વાડી ઓ આસપાસના રહીશો નિવેદના ઓ સાંભળી હતી અને પાલિકા તંત્રને આવતીકાલ સુધીમાં આ સમસ્યાઓનો નિકાલ કરવા માટેની કડકમાં કડક સૂચના લોકોની વચ્ચે જ આપી દેવાય છે જો જિલ્લા કલેકટર ખાતરી આપ્યા બાદ બીજા દિવસે ફોલો અપ પણ લે છે અને તેમાં જો કોઈ પણ ગેરરીતી જણાય કે તંત્ર કામ ન કરે તો તેના પર આખરી કાર્યવાહી કરવામાં પણ તેઓ જાણીતા બન્યા છે ત્યારે શહેરભરના અને જિલ્લાભરના લોકો દિલથી કહી રહ્યા છે કે કલેક્ટર હોય તો આવા જ જોઈ એ જે હાજી હા માં માનતા નથી.