જૂનાગઢ ભારત સરકાર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, જૂનાગઢ આરોગ્ય વિભાગ અને દિશા ટીમ દ્વારા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ સાલ્વી અને જિલ્લા એઇડ્સ કંટ્રોલ અધિકારી ડો.ચંદ્રેશ વ્યાસ માર્ગદર્શન હેઠળ 1લી ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ની સાપ્તાહિક ઉજવણી અધિકારોનો માર્ગ લો (ઝફસય વિંય છશલવતિં ઙફવિં)ની થીમ સાથે જિલ્લા જેલ જૂનાગઢ ખાતે એચ.આઈ.વી., ટી.બી, હેપેટાઈટિસ બી અને સી અને સીફીલીસ વિષે જાગૃતતા સ્ક્રીનીંગ માટેનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ માં જિલ્લા એઇડ્સ કંટ્રોલ અધિકારી ડો.ચંદ્રેશ વ્યાસ દ્વારા બંદીવાન ભાઇઓં ને એચ.આઈ.વી., ટી.બી, હેપેટાઈટિસ બી અને સી અને સીફીલીસ વિશે વિગત વાર માહિતગાર કર્યા હતા તેમજ 34 બંદીવાન ભાઈઓનું સ્વઈચ્છા તપાસ કરી હતી. જેમાં ઉઈંજઇંઅ-ઉઅઙઈઞ ટીમ, ઈંઈઝઈ જૂનાગઢ , સુભીક્ષા પ્રોજેક્ટ, સ્ટાફ કેમ્પમા હાજર રહી કેમ્પની કામગીરી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા જેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી

Follow US
Find US on Social Medias


