જૂનાગઢ ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીને મનપાની નોટિસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીને મહાનગરપાલિકાએ મકાન અનઅધિકૃત રીતે મનપાની જમીન પર હોવાનું તપાસમાં ખુલતા મનપાના સિનીયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
- Advertisement -
સોલંકી હંસાબેન રાજેશભાઇને નોટિસ આપીને મનપા વિસ્તારમાં સર્વે નં.350, જીમખાનાની બાજુમાં ખાડીયા વિસ્તારની જમીન રેવન્યુ રેકર્ડ ઉપરની નોંધ મુજબ પાલિકા, જૂનાગઢની માલિીકીની છે. આ જમીન ઉપર તમોએ અનઅધિકૃત રીતે કોઇપણ પ્રકારની જાણ મંજૂરી મેળવ્યા વગર બાંધકામ કરેલ જણાય છે. જૂનાગઢ મહાનગરપાલિકાની માલીકીની સર્વે નં.350ની જમીનમાં બાંધકામ અનઅધિકૃત બાંધકામ છે તેમ છતા સદર જમીનના બાંધકામ તથા માલીકી અંગેના અધિકૃત પુરાવા પાસે ઉપલબ્ધ હોયતો દિન-7 માં અત્રેની કચેરીએ રજુ કરવા જણાવવામાં આવે છે. અન્યથા જીપીએમસીએકટ- 210, 212 અન્વયે નોટિસ આપી, મુદત વિત્યે પાલિકા, જૂનાગઢ દ્વારા સદરહુ અનધિકૃત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ધી.જી.પી.એમ.સી.એકટની કલમ 260 તથા 478 અન્વયે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તેમા થનાર તમામ ખર્ચ જીપીએમસી એકટની જોગવાઇ હેઠળ તમો અનઅધિકૃત બાંધકામ ધારક પાસેથી વસુલવામાં આવશે.



