રાજકોટ-જૂનાગઢના વિવાદ મુદ્દે બાવળિયાનું નિવેદન
ધર્મ અને સેવાનું કામ કરતા સંતોનો અહમ સામે આવ્યો : કુંવરજી બાવળિયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ સહિત રાજ્યભરમાં E KYCમાં સર્વર ડાઉન હોવાને કારણે પ્રશ્ર્નો સર્જાયા છે ત્યારે આજે અહીં રાજકોટની રામકથામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ઈ કેવાયસીના પ્રશ્ર્નો માટે નવા સોફ્ટવેરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી સર્વર ડાઉનની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે આ સાથે જ ખોડલધામ અને સરદારધામ વચ્ચેના વિવાદ બાબતે નિવેદન આપ્યું કે તે બાબત એકબીજાના અહમની છે તેનાથી સમાજે દૂર રહેવું જોઈએ તો સાથે જ જૂનાગઢની અંબાજીની ગાદીના વિવાદમાં પણ કહ્યુ કે ધર્મ અને સેવાનું કામ કરતા સંતોનો અહમ સામે આવ્યો છે. સંતો કંઈક મેળવવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગે છે. રાજયના પાણી પુરવઠા અને અન્ન નાગરિક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ઊ ઊુંભ મુદ્દે જે સર્વર ડાઉનના પ્રશ્ર્નો છે તે બાબતે ગઈકાલે જ વિભાગના અધિકારીઓ સાથે તેમજ ગુજરાતના ઈંઝ સેલ વિભાગ સાથે બેઠક થઈ. જેથી એક બે દિવસમાં નવા સોફ્ટવેરનું નિર્માણ કરી રહ્યા છીએ. જેથી સોફ્ટવેરના કારણે જે પ્રશ્નો સર્જાય છે તે આગામી સમયમાં નહીં રહે. ઈ કેવાયસીનો આગ્રહ એટલા માટે છે કે ઘણી વખત ગરીબ લોકોને રાસન મળવું જોઈએ તે સમયસર મળતું નથી અને તેને લીધે રાજ્ય સરકારને પણ અપજશ મળે છે. જેથી લોકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવશે. આ ઉપરાંત આ પ્રકારની સમસ્યાથી ક્યાંક રાજ્ય સરકારને બદનામ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે.
આ ઉપરાંત પાટીદાર સમાજમાં સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર ખોડલધામ સાથે સંકળાયેલા જૂનાગઢના પીઆઇ સંજય પાદરીયા દ્વારા હુમલાની ઘટના બાદ બંને સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ધાર્મિક બાબતોમાં ઘણી વખત કોઈ વ્યક્તિ દ્વારા પોતાનો અહમ સંતોષવા માટે કામ થતું હોય છે. જેથી સમાજે આવી બાબતોમાં પડવું ન જોઈએ. રાજ્ય સરકારનું એવો પ્રયત્ન છે કે તમામ ધર્મોને સાથે રાખીને ચાલવું જોઈએ ત્યારે આવા જ્ઞાતિના વાડા ન બનાવવા જોઈએ. સાથે જ અમારો સમાજ મોટો છે તેમ કહીને આ ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ સમાજ તેને સ્વીકારશે નહીં. જ્યારે જૂનાગઢના અંબાજી ગાદીને લઇને થઈ રહેલા વિવાદ અંગે જણાવ્યું હતું કે, જે સમગ્ર વિવાદ ધાર્મિક જગ્યા બાબતનો છે. સંતો નું કામ સેવાનું હોય છે અને ધર્મનું હોય છે તેને બદલે તેઓ પણ પોતાનો અહમ સંતોષવા માટે કાર્યકર્તા હોય તેવું લાગે છે એટલે કે તેઓ કંઈક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.