ગુજરાતી ફિલ્મોના પોપ્યુલર સ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધને બંધાયા. તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું
ગુજરાતી ફિલ્મોના પોપ્યુલર સ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધને બંધાયા. કાલે તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાઇ ગયું. મલ્હાર ઠાકર બ્લેક કલરના ઇન્ડો-વેસ્ટર્ન આઉટફીટમાં સજ્જ જોવા મળ્યા હતા. પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા રાગી જાની પણ મલ્હાર-પૂજાના રિસેપ્શનમાં પહોંચ્યા હતા.. મલ્હારે પ્રેમથી રાગી જાનીને ગળે લગાવી લીધા હતા. અનેક સેલેબ્રિટીઝ આ રિસ્પેશનમાં હાજર રહી હતી અને સૌ કોઇ મંચ પર જઇ મલ્હાર અને પૂજાને અભિનંદન આપતા નજરે ચઢ્યા હતા
- Advertisement -
View this post on Instagram
મહત્વનું છે કે પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. આ પછી જ તેમના સંબંધોની ચર્ચાઓ ઉઠી હતી. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી પૂજા જોષીએ પણ સ્વીકાર્યું કે તે અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાના છે. કોરોનાના સમયે અભિનેત્રીએ મલ્હાર સાથે એક વેબસીરીઝ કરી હતી, વાત વાતમાં. એ સીરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને લગ્ન સ્પેશિયલ અને વીર ઈશાનું સીમંત નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
- Advertisement -
ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે ક્યારે અમે એકબીજાને ગમવા લાગ્યા એનો ખ્યાલ પણ ન આવ્યો અને આખરે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરિવારના સભ્યોએ પણ અમારા આ નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી. એટલે હવે અમે લગ્નગ્રંથિથી જોડાઈશું. જણાવી દઈએ કે 34 વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર 32 વર્ષીય અભિનેત્રી પૂજા જોષી સાથે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે લગ્ન કરશે.