મનપાની મંજૂરી વગર લગાડાશે તો દૈનિક 200થી 10 હજારનો દંડ વસૂલાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર અને મંજૂરી વગર દિવાલો ઉપર લગાડવામાં આવતા વોલ પેન્ટિંગ, સ્ટિકર, પોસ્ટર સાઇનબોર્ડ, કિયોસ્ક પોલ અને હોર્ડિંગ્સ બોર્ડનું ભાડુ ઉપરાંત દંડની વસુલાત કરવામાં આવશે. જેને પગલે ડીએમસી એ.એસ.ઝાપડાના માર્ગદર્શનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં મનપાની મંજૂરી વિના લગાવેલી જાહેરાતોના બોર્ડ, સ્ટિકર વગેરેને મનપા દ્વારા દૂકર કરવામાં આવ્યા હતા અને તેના ખર્ચ પેટે રૂપયિા 22 હજારની રકમ દંડ સહિત વસુલ કરવામાં આવેલ છે. તમામ કસુરવારને નીચેની વિગતે દંડની રકમ વસુલ કરવા અંગે જાણ કરવામાં આવી હતી. મનપાની કાર્યવાહીમાં સ્ટિકર, પોસ્ટર, ધજા, પતાકા, બોર્ડ, સોડિયમ પોલ કે સરકારી તથા અર્ધ સરકારી મિલકતોની દિવાલો ઉપર મંજૂરી વગર લગાડવામાં આવેલ હોય તો પ્રથમ વખત ભાડા ઉપરાંત રકમ ર00 પ્રતિદીનનો દંડ તથા બીજી વખત ભાડા ઉપરાંત રકમ રૂપિયા 500 પ્રતિદીનનો દંડ વસુલ કરવામાં આવશે.