વિરમગામ તાલુકાના વણી ગામના હસમુખભાઈ સિંધવના જળસંચયના પ્રયાસને બિરદાવવા અને જળસંચયના કાર્યની જનજાગૃતિ અર્થે આજે વણી ગામે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબ વણી ગામે પધાર્યા હતા જેમાં તેમણે લોકોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે “જળસંચય યોજના એ માત્ર યોજના નહીં પરંતુ ભાવિ પેઢી માટે આપણે કરવાનું એક પુણ્યનું કામ છે. એટલે જ જળ એ માત્ર સંશાધનનો નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ભવિષ્યનો મુદ્દો છે” જેના પર ભારત સરકાર અને જળ શક્તિ વિભાગ ગામડે ગામડે જનભાગીદારીથી કાર્ય કરી રહ્યું છે. વિરમગામ વિધાનસભાના ગામડાઓમાં ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે ભવિષ્યમાં જનભાગીદારીથી ‘કેચ ધ રેઇન’ યોજનાને મજબૂતીથી આગળ વધારવામાં આવશે. આ પ્રસંગે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેષસિંહ ચૌહાણ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ મતી કંચનબા વાઘેલા તેમજ પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
નાડોદા રાજપૂત સમાજનું ગૌરવ એટલે વણી ગામ
Follow US
Find US on Social Medias