ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે વંથલી તાલુકા ખરીદ વેચાણ સંઘ અને જય મુરલીધર ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પ્રાઈઝ સપોર્ટ યોજના હેઠળ ખેડૂતો પાસેથી મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યું હતો.
ખેડૂતોને પાકનો સારો ભાવ મળે અને બજારમાં ભાવના ઉતાર ચડાવથી તેમને નુકસાન ન થાય તે માટે સરકા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવ અત્યાર સુધીમાં સૌથી વધારે છે આ ટેકાના ભાવથી ખરીદી થતાં ખેડૂતોએ મહેનતથી ઉત્પાદન કરેલ પાકના તેમને પોષણક્ષમ ભાવ મળ્યા છે અને ખેડૂતોને વધુ ભાવ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, દિનેશભાઈ ખટારીયા, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભાવેશભાઈ મેંદપરા, તાલુકા પંચાયત પ્રમુખ અતુલભાઇ કોટડીયા ઉપપ્રમુખ ગોવિંદભાઈ હુંબલ,વંથલી તાલુકા સંઘના ચેરમેન રમેશભાઈ ડાંગર સહિત ખેડૂત અને આગેવાનો હાજર રહ્યા હતા.



