નિતાંતરીત: નીતા દવે
તહેવાર એ માનવ જીવનનો એક અભિન્ન ભાગ છે.કારણ કે દરરોજનાં રોજિંદા જીવન ક્રમમાં તહેવારોના આવવાથી નવીનતા ઉત્સાહ અને આનંદમાં વધારો થતો હોય છે. દરેક વ્યક્તિ પોતાનાં મન ગમતાં તહેવારની આખું વર્ષ રાહ જોતી હોય છે. વરસ મહિના અને દિવસ..! કયારેક મન થાય કે આ તહેવારો આમ બસ આપણાં હાથવગા હોય તો..? મજા આવી જાય ને..? કોઈ વ્યક્તિ પણ પણ હોય છે તહેવાર જેવું!! તેની સાથે નું સગપણ એટલે કે વાસંતી પર્વ..!એવી કઈ વ્યક્તિ હશે કે જેને તહેવારો માં પણ ઉત્સાહકે આનંદ ન મળતા હોય..? બધા વ્યક્તિ ઈચ્છે છે પોતાના જીવનમાં એક તહેવાર જેવું વ્યક્તિ. કોઈ એવો સંબંધ જ્યાં મન મૂકીને ખીલી શકાય હસી શકાય. દોડતી ભાગતી આ જીવનની સફરમાં જ્યાં થોડું વિસામો લઈ શકાય.જીવન માટે આ વિસામો બહુ ખાસ હોય છે. જ્યાં થાકને ઉતારી અને હાશ ને અનુભવી શકાય એને વિસામો કહી શકાય.જો આવું કોઈ વ્યક્તિ મળે તો જીવન યાત્રા અનંત ઉત્સવથી ઓછી ન કહેવાય..!
- Advertisement -
આજકાલ લોકો રોબોટિક સબંધો માં યાંત્રિક સંવેદનાઓ જીવતા અને જીલતા થયા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં મસ્ત છે. પોતાના પ્રશ્નો પોતાની સમસ્યા અને પોતાના સુખમાં કે દુ:ખ વ્યસ્ત છે.ત્યારે જ્યાં કોઈ વાત વગર જેમની સાથે કલાકો સુધી વાતો કરી શકાય..કોઈ કારણ વગર ગુસ્સો કરી શકાય અને જેને પજવીને પણ હસી શકાય..! બાકી અત્યાર નાં સમય માં તો અંગત વ્યક્તિને પણ કોઈ વખત કોલ કરીને જોઇ લેજો બે ચાર ફોર્મલ વાત કર્યા પછી તરત પ્રશ્ન આવશે બોલને કશું કામ હતું કે..? જ્યાં કોઈ કામ વગર કોઈ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે બોલ બોલ કરી શકાય. જ્યાં કોઈ સ્વાર્થ વગર કે કોઈ પૂર્વ તૈયારીઓ વગર ખુલ્લા મને બસ બધી જ મનની સ્થિતિને વર્ણવી શકાય એવું કોઈ વ્યક્તિ કે સગપણ એ આપણાં કરેલાં સદભાગ્યની નિશાની રૂપ છે.દરેક વ્યક્તિ આવું સંવેદનાત્મક સાનિધ્ય ઝંખતો હોય છે. સંબંધો ના ટોળા વચ્ચે જીવતો માનવી એવું કોઈ સગું એવું કોઈ આપ્તજન શોધતો હોય છે.કે જ્યાં એ મનની મોકળાશ ને પામી શકે.! પોતાના વિચારોને તેની પાસે ખુલ્લા આકાશમાં વહેતા મૂકી શકે. તેમની ભાવનાઓ, તેની સંવેદનાઓ,તેની સમસ્યાઓ ને નાના બાળક ની જેમ સહજ બની અને બોલી શકે..! પરંતુ આપણા સામાજિક માળખામાં બંધાયેલા સબંધો અને તેની મર્યાદાઓ માં વ્યક્તિ ક્યારેક પોતાના મનની વાત બોલી શકતી નથી. કદાચ આજના સમયમાં વધતો જતો સોશિયલ મીડિયાનો વ્યાપ આ કારણને આધારિત પણ હોઈ શકે..!
આપણી સમજની સૃષ્ટિમાં દરેક વ્યક્તિ ને ઉંમરના એક પડાવે પહોંચ્યા પછી દરેક સંબંધમાં પરિપક્વતા અને સમજણ ની અપેક્ષા રખાતી હોય છે. સમાજની દોરેલી સીમાઓમાં અમુક પ્રકારના જ વાણી વર્તન વ્યવહાર અપેક્ષિત હોય છે. ત્યાં કોઈ એવું વ્યક્તિ હોય જ્યાં તમે અણસમજને જીવી શકો.! એવું જરૂરી નથી, કે સતત એ સંબંધ એ વ્યક્તિનું સાનિધ્ય મળતું રહેક્યારેક શબ્દો પણ શ્વાસોનું સંધાન બની શકે..!વ્યક્તિ ક્યારેક વ્યવહારથી વધારે વિચારોથી પીડાતી હોય છે .દૂર કોઈ પ્રદેશમાં બેઠેલી એક એવી વ્યક્તિ…કે જેની સાથે કરેલી વાતચીત કે વહેંચેલી વેદના માત્ર તેના શબ્દોપચાર દ્વારા પણ ઠીક થઈ શકે… હૃદયને ધબકતું રાખવા જેટલું વેન્ટિલેટર ના મશીનો કામ આપે છે એટલું જ એક હુંફાળો સ્પર્શ,એક સધિયારો,એક લાગણી સભર વાર્તાલાપ, અને પરસ્પરનાં સાથે હોવાની અનુભુતિ આપી પણ શકે.જરૂરી નથી કે એ સંબંધને કોઈ નામ સરનામાં કે સંબોધન હોય..? એ આપણા સંબોધનો ના લિસ્ટમાં સામેલ ન પણ હોયભાઈ-બેન,માતા-પિતા, મિત્ર કે સંબંધીઓ જ હોય એ વ્યક્તિ એવું કોઈ જરૂરી નથી… પરંતુ હા, એટલું ચોક્કસ જરૂરી છે કે એ સંબંધ હક અને ફરજ થી પર હોય.. સહજ,નિસ્વાર્થ અને અપેક્ષાહિન હોય..! કારણ સંબંધમાં બંધન હોય જ્યારે સગપણમાં જ ગળપણ હોય છે.
આપણે બધા દૈનિક ક્રિયાઓને યાંત્રિક રીતે જીવનારા માનવી છીયે. સમયની પાછળ ભાગતા રહીએ છીએ પરંતુ સમયને જીતવાની દોડમાં જીવનને હારી જતા હોય છે. દરેક જીવન અનિશ્ચિતતા વચ્ચે જીવાતું હોય છે.જીવમાત્ર નું જીવન ક્યારે પણ નિશ્ચિત હોતું નથી. માણસ અને અન્ય પ્રાણી જીવ માં તફાવત બસ એટલો છે કે, આપણે આ સત્યને સ્વીકારી શકતા નથી..અને આજ કાલ અને ભવિષ્યના આયોજનો કરતા વર્તમાન ક્ષણને ગુમાવતા રહીએ છીએ.આપણે બધા લાગણી અને સંબંધોના ટોળા વચ્ચે જીવનારા વ્યક્તિઓ છીએ. સમાજ, દુનિયા, સગપણ, સંબંધ..આ બધા ને જીવન જીવવાના આધાર સ્તંભ કે જીવનના ટેકા સ્વરૂપ માનીએ છીએ. પરંતુ સમય આવીએ દરેક સંબંધની વાસ્તવિકતાઓ સામે આવી જતી હોય છે.જેની સાથે સૌથી પહેલા સુખોની ક્ષણો મળવાનું મન થાય, જ્યારે આંખ ભીની થાય ત્યારે સૌ પ્રથમ એ વ્યક્તિ નું નામ હૃદય સ્થળ પર ઉભરીને આવેઅમુક સમયે ,કેટલીક પરિસ્થિતિમાં જયારે જાતથી વી વિખોટું પડી જવાય ત્યારે સૌથી પહેલું જે વ્યક્તિ યાદ આવે એ વ્યકિત કે એ સબંધ એટલે આપણા જીવનનું પર્વ..!
મેકઅપ અને ફિલ્ટરના આ સમયમાં કોઈનું સાવ સાદું સરળ અને સ્વાભાવિક વ્યક્તિત્વ દેવત્વ ગણાય.સબંધ નું કોઈ જોડાણ નથી છતાં જેને યાદ કરતાં બસ મન માંથી દુવાઓ જ નીકળે તો માનવું એ પાછળ કોઈ જન્મ માં છુટેલું ઋણાનુબંધ બાકી રહ્યું હતું જે આ જન્મ માં મળ્યાં છે.બાકી આજ નાં સમય માં તો સંબંધો નો પર્યાય એટલે મોબાઈલ, મીડિયા, અને મલ્ટી પ્લસ નો સમન્વય.! સમયથી આગળ દોડી જવાની આ વૃત્તિના કારણે માનવી સતત અજંપા અને અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે જીવતો રહે છે. ૠશદય ફક્ષમ ફિંસય ની યિહફશિંજ્ઞક્ષતવશા ના આ સમયમાં જો તમારી પાસે તમારો આવો કોઈ ઉત્સવ જેવો સંબંધ છે… તો તમે ચોક્કસ ઈશ્વરના ખાસ વ્યક્તિઓમાં સામેલ છો..કારણ ઈશ્વરે એ વ્યક્તિ દ્વારા પોતાનો પર્યાય તમારા જીવન માં આપેલ છે..સાચવીને રાખજો એવ્યક્તિ ને,એ સંબંધને…એ લાગણીને સતત રિચાર્જ કરી જીવનનાં રીહહ જ્ઞર હશરય મયફિં માં સામેલ કરીને રાખજો. કારણ કર્મો નું નેટવર્ક જ્યારે નબળું પડશે ત્યારે આ ઉજાશી પર્વ જેવા લાઈફ સપોર્ટની જરૂર પડશે .અને હા,યાદ રાખજો કે જીવન માં દિવસો તો રોજ આવે છે ને વિતી જાય છે.પરંતુ તહેવાર કયારેક જ આવે છે.બસ ,આ તહેવાર જેવા સ્વજનનાં સાનિધ્ય ને શાશ્વત બનાવી ને રાખજો. કેમ કે, આવા વ્યક્તિ સાથ મળી જાય તો જીવન યાત્રા અનંત ઉત્સવથી ઓછી ન કહેવાય..!
- Advertisement -
તહેવાર જેવું હોય કોઈ માણસ
તેનાં આવવાથી ઉર માં ઉત્સવ થાય.!
જેનાં બોલવાથી રોશની થાય ,
જેનાં શ્વાસો થી મહેક પ્રસરાય ,
હસવાથી જેનાં મોંઢું લાડું ભાંગે..!
અને એનાં શબ્દો નો પર્યાય..?
તો,જાણે પવિત્ર મંદિર ની ઘંટી..!
આંખે અંજાય જો સ્વપ્નાઓ એનાં
તો,તોજા ની વા લી પી ના રા..!
બસ,જીવતર માં રંગોળી થાય.
જીવનમાં આવેલી અંધારી અમાસ પણ
તેને મળવાથી દિપોત્સવી થાય..!
ઉત્સવ જેવું હોય કોઇ માણસ…
જેને પામ્યા પછી જીવન પર્વ ઉજવાય..!
-નીતા દવે