વાહનનું લોકાર્પણ કરતા અધિકારીઓ-પદાધિકારીઓ
અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારશ્રીની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂ.120.82 લાખ અને 15માં નાણાપંચ યોજનાની ગ્રાંટમાંથી રૂ.192.90 લાખ એમ મળી કુલ રૂ.313.72 લાખના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઉપયોગ માટે ખરીદ કરવામાં આવેલ 10(દસ) બેકેહો લોડર (જે.સી.બી.) વાહનનું રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી, ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ ખાતે લોકાર્પણ (ફ્લેગ ઑફ) વિધાનસભા-69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તથા વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યુ.
આ બેકેહો લોડર (જે.સી.બી.) વાહનનું લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેષભાઈ જલુ, પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, મંજુબેન કુગસિયા રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજય તુવર, વિરલ ચાવડા, ડેપ્યુટી સેક્રેટરી ધવલ જેસડીયા, પી. એસ. ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, પી. એસ. ટુ ચેરમેન અને મેનેજર હિમાંશુ મોલીયા, આસી. એન્જીનીયર ગૌરાંગ દવે, જે ઉપાધ્યાય, સોલિડ વેસ્ટ શાખાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.