ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કવોડ્રીસેન્ટીનલ અંગ્રેજીનો આ શબ્દ 25 વર્ષ માટે પ્રેરાઈ છે. એક સદીનાં ચોથા ભાગને આ શબ્દથી નવાજવામાં આવે છે. કોઈપણ વ્યકિતના જીવનમાં કે એમના સંબંધમાં 25 વર્ષનું મહત્વ સવિશેષ હોય છે. કયારે કોઈ વ્યવસાયિક એકમ ને 25 વર્ષ પુર્ણ થતા હોય ત્યારે એક મોટી સંઘર્ષ યાત્રા પૂર્ણ કરી આ સ્થાને પહોંચ્યા હોય, સામાન્ય રીતે એડવર્ટાઈઝીંગ એજન્સી આઈડીયા જ વેચતી હોય તેવી સામાન્ય સમજણ છે પણ એડવર્ટાઈઝીંગ એજન્સીને બાન્ડ સંભાળવા માટે અનેક વિષયોમાં નિપુણતા કેળવવી પડતી હોય છે સતત અપડેટ થવું પડે છે. બાન્ડ કોમ્યુનિકેશન એ એક અતિ જટિલ વિષય વસ્તુ છે અને તે દરેક બાબતે અનેકવિધ ચેલેન્જીસનો સામનો કરવો પડતો હોય છે. એમાં પણ આઈડીયા વેચીને ઉર્પાજન કરવાનું હોય ત્યારે ચેલેન્જીસ બમણી થઈ જતી હોય છે. બાન્ડ અને તેના કોમ્યુનિકેશનને સંભાળવું એટલે કોઈનું બાળક ઉછેરવા જેટલું મહત્વનું અને ગંભીર વ્યવસાય બની જાય છે. અમારી પેઢીનું નામ રીઝલ્ટ એટલે કે પરિણામ અમે પહેલેથી જ નક્કી કરી અને બ્ોકવર્ડ ઈન્ટીગ્રેશન સાધ્યું.
1999 માં માત્ર 10 કલાયન્ટસના કામ સાથે શરૂ કરાયેલ પેઢી આજે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્વરૂપે વિકાસ પામી આજે 450 થી વધુ કલાયન્ટસને ઉત્કૃષ્ઠ સેવાઓ આપી રહી છે. કલાઈન્ટસને પરીણામદર્શક જાહેરાત દ્વારા તેઓનાં વ્યવસાયને ટારગેટ સુધી પહોંચવામાં રીઝલ્ટ એડ.પ્રા.લી. સતત મદદરૂપ બનતી આવી છે. વધુમાં ગ્રાહકોને નવતર ડીઝાઈનીંગ, ક્રિએટીવ આઈડીયાઝ, યથાર્થ એડ.પોઝીશનીંગ, ઉત્કૃષ્ઠ સર્વિસ તેમજ ઉત્સાહી અને કાર્યદક્ષ સ્ટાફ થકી છેલ્લા 25 વર્ષમાં અપાર સંતોષ મળેલ.માર્કેટિંગનું બ્ોકગ્રાઉન્ડ ધરાવતા જીતુભાઇ અને મેહુલભાઇએ આ આગવી કુશળતા હાંસલ કરી છે અને એમની પેઢીનું નામ સાર્થક કર્યુ છે.
- Advertisement -
રીઝલ્ટ એટલે પરિણામ. લોકો જાહેરખબર પર ખર્ચ કરે તો તેમને પરિણામ જોઇએ અને શ્રેષ્ઠ પરિણામ કે રિસપોન્સ અપાવવામાં રીઝલ્ટ એડની માસ્ટરી છે, રાજકોટમાં છેલ્લા અઢી દાયકામાં સૌથી વધુ પ્રેસ કોન્ફરન્સ કરવાનો કે રાજકોટમાં આજ સુધીના સૌથી વિશાળ પ્રોપર્ટીફેરનું આયોજન કરવા જેવી અનોખી સિઘ્ધીઓ રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. એ મેળવી છે. અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનોની જેમ રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.માત્ર એક પેઢી કે કંપની જ નથી બની રહી પરંતુ સામાજીક જવાબદારી નીભાવવાનું ઉદ્ાત કાર્ય પણ બજાવે છે. દેશભકિતના ગીતો પર ડાન્સ કોમ્પિટિશન અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ‘મા-બાપને ભૂલશો નહીં’ તથા “દિકરી વ્હાલનો દરિયો જેવા અનોખા કાર્યક્રમનું આયોજન રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.એ કર્યુ હતું તો જૈન સોશ્યલ ગ્રુપના માઘ્યમે પણ સામાજીક પ્રવૃત્તિઓ માટે રિઝલ્ટ એડના જીતુ કોઠારી અને મેહુલ દામાણી સતત તત્પર રહે છે.
તો સાથો સાથ છેલ્લા સાત વર્ષથી નવરાત્રી દરમ્યાન ફકત જૈનો દ્વારા અને ફકત જૈનો માટે જૈનમ દ્વારા આયોજીત રાસોત્સવની ભવ્યાતિ ભવ્ય સફળતામાં પણ રીઝલ્ટ એડ.પ્રા.લી.નાં ડીરેકટરશ્રી જીતુ કોઠારી અને મેહુલ દામાણીનો મહત્વનો ફાળો રહેલ. આજે અમારા આ વ્યવસાયને, પેઢીને અને અમારા ભાગીદારોના સહિયારા પ્રયાસને અને અઢળક મહેનતને 25 વર્ષ પૂર્ણ થયા. લક્ષ્યની દોડમાં અમે સતત દોડતા રહયા છીએ, એક વસ્તુ ચોક્કસ રહી કે અમે અમારો પયાસ, અમારો વિશ્વાસ અને અમારી એનર્જી કયારેય નબળી પડવા દીધી નથી. અમારી સફળતાની સિઘ્ધી આપ સૌના સહકાર થકી શકય બની છે અને ભવિષ્યમાં પણ તે સતત ચાલુ રહેશે તેવા આશાવાદ સાથે અમે સૌનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ. રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. 111-112-અમીધારા, કેનાલ રોડ, રાજકોટ. રમેશભાઈ રૂપાપરા-98240 56565, જીતુ કોઠારી – 98250 76316 અને મેહુલ દામાણી-98250 79615 ઉપર અનરાધાર અભિનંદન વરસી રહયા છે.



