ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પુરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્વજનોના હદય દ્રાવક કરૂણ રૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમા છાપાના સમાચારના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે રજા ના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમીશ્નર તથા મ્યુનીસીપાલ કમીશ્નર સહીત તંત્રોને આડે હાથે લઈ સાડા ચાર કલાક જેનુ હીયરીંગ ચાલેલ હોય તેવી રાજકોટ મુકામે ની ટી.આર.પી. અગ્નીકાંડ ની ઘટનામા 27 ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ 15 આરોપીઓ વિરૂધ્ધ તપાસના અંતે થયેલ ચાર્જસીટ વાળા ગુનાના કામે આરોપીઓ તરફ થી નામદાર હાઈકોર્ટ સમક્ષ કોઈ પણ પ્રકારના પીટીશન, અરજ, અહેવાલ કરે તેની સામે સરકાર તરફે કામગીરી કરવા ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટ બારના ઉપપ્રમુખ વીરાટભાઈ પોપટની સ્પેશીયલ પી.પી. તરીકે આજરોજ નીમણુક કરવામા આવેલ છે.
- Advertisement -
ટી.આર.પી. અગ્નીકાંડમાં જેને પોતાનો પુત્ર સહિત સગા સબંધીઓ ગુમાવેલ છે તેવા ભોગ બનનાર પરીવાર ના પ્રદીપસીહ રણજીતસીહ ચૌહાણે ગુજરાત સરકાર સમક્ષ એવી લેખીત રજુઆત કરેલ કે ટી.આર.પી. અગ્નીકાંડમા કુલ-15 આરોપીઓ હોય દરેક આરોપીઓ ધ્વારા થનાર જામીન અરજીઓ તેમજ ટ્રાયલ દરમીયાન ઉત્પન્ન થનાર જુદા જુદા કાનુની પ્રશ્નો અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટમા જુદી જુદી બેન્ચો સમક્ષ જુદા જુદા સરકારી વકીલો એપીયર થાય તો કુલ કયા આરોપીએ કઈ બેંચમા કયા પ્રકારના પ્રોસીડીંગ કરેલ તે હકીકતો એક બીજા સરકારી વકીલોને ખ્યાલ રહે નહી તેથી જો નામદાર ગુજરાત હાઈકોર્ટમા ટી.આર.પી. અગ્નીકાંડ વાળા કેસમા કોઈપણ આરોપીઓ ધ્વારા કોઈપણ પ્રકારના પ્રોસીડીંગ કરવામા આવે તો તેવા હરેક પ્રોસીડીંગમા હરેક બેંચમા એક જ સ્પેશીયલ પી.પી. એપીયર થાય તો તેને ટી.આર.પી. કાંડના નામદાર હાઈકોર્ટ સમક્ષના દરેક પ્રોસીડીંગની જીણવટભરી માહીતી રહે તેથી કોઈપણ પ્રોસીડીંગમા નામદાર અદાલત સમક્ષ સત્ય હકીકતો મકાવી શકે અને કોઈ આરોપી કોઈ હકીકતો છુપાવી રજુઆત કરે તો પણ સ્પેશીયલ પી.પી. ના ધ્યાન ઉપર રહે તે માટે ગુજરાત હાઈકોર્ટ બાર ના ઉપપ્રમુખ વિરાટભાઈ પોપટને નામદાર હાઈકોર્ટના ટી.આર.પી. કેસના હરેક પ્રોસીડીંગમા સ્પેશીયલ પી.પી. તરીકે નીમણુક કરવા ગુજરાત સરકાર પાસે માંગણી કરવામા આવેલ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજયમા કોઈ સંવેદનશીલ બનાવો બને અને ગુજરાત સરકારને નામદાર હાઈકોર્ટ સમક્ષના પ્રોસીડીંગમા સ્પેશીયલ પી.પી. તરીકે કોઈની નીમણુક કરવાનુ મુનાસીફ લાગે તો નામદાર હાઈકોર્ટમા સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા વકીલોમાથી જ કોઈને સ્પેશીયલ પી.પી. તરીકે મુકવામા આવતા હોય છે પરંતુ ગુજરાત રાજય ની આ સૌપ્રથમ ટી.આર.પી. અગ્નીકાંડ ની ઘટના છે કે જેમા સ્પેશીયલ પી.પી. તરીકે પ્રાઈવેટ પ્રેકટીસ કરતા એડવોકેટની નીમણુક કરવામા આવેલ છે અને એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે વિરાટભાઈ પોપટની દરેક એપીરીયન્સ ના રૂા.20,000/- લેખે ના મહેનતાણા સાથે સ્પેશીયલ પી.પી. તરીકે નીમણુક કરેલ હોય જેમા વિરાટભાઈ પોપટે સ્પેશીયલ પી.પી. તરીકે નો હુકમ સ્વીકારેલ પરંતુ કોઈ જ મહેનતાણુ ટી.આર.પી. અગ્નીકાંડ વાળા કેસમા લેવા માગતા ન હોય એટલે કે વિનામુલ્યે ટી.આર.પી. અગ્નિકાંડના હરેક નામદાર હાઈકોર્ટ સમક્ષના પ્રોસીડીંગમા કામ કરવા માગતા હોવા સબંધે પણ સરકારને લેટર લખીને મોકલી આપેલ છે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર પ્રદીપસીહ ચૌહાણે પોતાના એડવોકેટ તરીકે રાજકોટ બાર એશોશીયેશનના ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુની પસંદગી કરેલ છે તે જ રીતે નામદાર હાઈકોર્ટ સમક્ષના પ્રોસીડીંગ સ્પેશીયલ પી.પી. તરીકે ચલાવવા હાઈકોર્ટ બારના ઉપપ્રમુખ વિરાટભાઈ પોપટની માંગણી કરેલ હતી એ રીતે ભોગ બનનાર પ્રદીપસીહ ચૌહાણે જે બે વકીલો ઉપર પસંદગી ઉતારેલ છે તે હાલ બંને વકીલો પૈકી એક રાજકોટ બારના અને એક હાઈકોર્ટ બારના ઉપપ્રમુખો તરીકે સેવા આપી રહેલ છે.
ટી.આર.પી. અગ્નીકાંડમા ભોગ બનનાર પ્રદીપસીહ ચૌહાણ વતી રાજકોટ બારના ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ તથા ગુજરાત હાઈકોર્ટમા સ્પેશીયલ પી.પી. તરીકે વિરાટભાઈ પોપટ તથા રાજકોટ મુકામે ના પ્રોસીડીંગમા સ્પેશીયલ પી.પી. તરીકે તુષારભાઈ ગોકાણી તથા એડીશ્નલ સ્પેશીયલ પી.પી. તરીકે નીતેશભાઈ કથીરીયા રોકાયેલ છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો (2) અશોકસીહ જગદીશસીહ જાડેજા (3) કીરીટસીહ જગદીશસીહ જાડેજા (4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ (5) યુવરાજસીહ હરીસીહ સોલંકી (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળુ અને 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલુ ઉચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનનુ માળખુ ઉભું કરી ગેમ ઝોન બનાવી તેમા આગ લાગવાની ઘટના બને તો પહોચીવળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ના સાધનો રાખ્યા વગર કે અગ્નીસમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામા ગેમ ઝોન ચલાવી તેમા આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની સતપ્રતિસત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવો ના મૃત્યુ નીપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોન માથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મૃત્યુ સંભવ હતા તેવા જોખમમાં નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.



