સર્જન ફાઉન્ડેશનના સહયોગથી અનમોલ ફાઉન્ડેશન આયોજિત ફ્રી સાડી લાયબ્રેરીનું પ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સર્જન ફાઉન્ડેશનના સહયોગથી અનમોલ ફાઉન્ડેશન દ્વારા ફ્રી સાડી લાયબ્રેરીનું પ્રદર્શન આવતીકાલે તા. 26 ને શનિવારે સાંજે 4 કલાકે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ હોલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં બહેનોને શુભ પ્રસંગો માટે ફ્રીમાં સાડીની સર્વિસ આપવામાં આવશે એટલે કે લગ્ન અને શુભ પ્રસંગો પર મોંઘીદાટ સાડી ખરીદવાને બદલે અનમોલ સાડી લાયબ્રેરીમાંથી મનપસંદ સાડી નિ:શુલ્ક લઈ પ્રસંગ પૂરો થયા બાદ પરત આપી જવાની રહેશે.
અનમોલ ફાઉન્ડેશન તથા તેમની બહેનોની ટીમ 70થી પણ વધુ નિતનવી ફેશનેબલ સાડીઓ ભેગી કરીને (સાડી કલેકશન) આપનારા આગામી દિવસોમાં દિવાળી કે લગ્ન પ્રસંગની સીઝનમાં મહિલાઓને વિવિધ પ્રાંત કે રાજ્યની આધુનિક સાડી પહેરવા મળે તે માટે પોતાની મનગમતી સાડી અનમોલ ફાઉન્ડેશન સાડી લાયબ્રેરીમાંથી નિ:શુલ્ક લઈ અને પ્રસંગોમાં પહેરી પ્રસંગની ઉજવણી કરીને પરત આપી જાય તેવું અદ્ભુત અને અનેરૂ આયોજન બહેનો દ્વારા કરેલું છે. રાજકોટમાં રહેતી કોઈ પણ બહેનો કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર સાડી લાયબ્રેરી- કલેકશન સેન્ટર ઉપર રૂબરૂ આવી તેમની મનપસંદ સાડી લઈ જઈ શકે છે અને પ્રસંગ પૂર્ણ થયે બે દિવસમાં પરત આપી જવાનું રહેશે. સાડી લાયબ્રેરી વિશે વિશેષ માહિતી આપતા સીમાબેન અગ્રવાલ, સરોજબેન અગ્રવાલ અને તેમની સખી મંડળે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ મહિલાઓને ખોટા ખર્ચમાંથી દૂર રાખી પ્રસંગો ઉજવવાનો આશય છે. નિ:શુલ્ક સાડી લેવા આવનાર બહેનોએ તેમનું આધારકાર્ડ તેમજ રૂા. 1000 (એક હજાર) ડીપોઝીટ જમા કરાવવાના રહેશે જે ડીપોઝીટ તથા આધારકાર્ડ સાડી જમા થયા બાદ તેમને પરત આપવામાં આવશે.
આ ફ્રી સાડી લાયબ્રેરી શરૂ કરવાની ઉદ્દેશ માત્ર સેવાકીય પ્રવૃત્તિ કરવાની સાથે જરૂરિયાતમંદ બહેનોને મદદરૂપ થવા માટે બહેનોએ ભેગા મળીને નક્કી કરેલ છે. તેમાં જે કોઈ મહિલાઓએ પોતાનું યોગદાન આપવું હોય તેઓ અવશ્ય જોડાય શકે છે.
- Advertisement -
સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશ પરમાર અને રાષ્ટ્રીય શાળાના મેનજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટના સહયોગથી યોજાનાર કાર્યક્રમ તા. 26 ને શનિવારે સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સાંજે 4-00 કલાકે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ હોલમાં સાડી પ્રદર્શન તથા ઉદ્ઘાટન રાખેલું છે. જેમાં રાજકોટના પ્રજાજનોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ‘ખાસ-ખબર’ની મુલાકાતે સીમાબેન અગ્રવાલ, સરોજબેન અગ્રવાલ, દેવયાનીબેન રાવલ, ભાવનાબેન ચતવાણી, આશાબેન ભટ્ટી, ભારતીબેન પંડ્યા, હર્ષાબેન કનોજીયા, અરૂણાબેન પારસમપુતા, લીનાબેન શેઠ, મનીષાબેન કીટી, રંજુબેન ડોડીયા, સાવિત્રીબેન યાદવ, શિવાલીબેન સરાફ, સોનલબેન સોમૈયા, સોનાલીબેન સોલંકી, વૃંદાબેન પટેલ, વિનિતાબેન કેજરીવાલ વિગેરે બહેનો ઉપસ્થિત રહ્યા હતા.



