ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
સમગ્ર રાજ્યમાં હાઇકોર્ટના આદેશ બાદ સરકરી કચેરીઓમાં કર્મચારી ફરજીયાત હેલમેટ પહેરીને આવે તેના માટે રાજ્યની સાથે જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ હેલમેટ ડ્રાઈવ કરવામાં આવી રહી છે.જેમાં શહેરના મુખ્ય પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં 9 પોલીસ કર્મીઓને રૂ.500 – 500નો દંડ કરવામાં આવ્યો હતો. હેલમેટ ડ્રાઈવ હજુ શહેરની વિવિધ કચેરી ખાતે પણ શરુ રાખવામાં આવશે અને સરપ્રાઈઝ ચેકીંગ કરવાની સાથે દંડ પણ કરવામાં આવશે શહેરમાં હેલમેટ ડ્રાઈવમાં 9 પોલીસ કર્મી સાથે 42 જેટલા નાગરિકોને પણ વગર હેલમેટ નીકળતા દંડાયા હતા જેમાં રૂ.21,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો તદ ઉપરાંત લાઇસન્સ અંગેના 23 કેસ સાથે 60 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો તેમજ ગાડી વીમો, નો પાર્કિંગ, પીયુસી, વગર નંબર પ્લેટ સહીત અલગ અલગ ટ્રાફિક ભંગ બદલ બે દિવસમાં રૂ.2,96,028નો દંડ વસુલવામાં આવ્યો હતો.
જૂનાગઢ શહેરમાં હેલમેટ ઝુંબેશના પ્રારંભે 9 પોલીસ કર્મચારી સહિત 42 લોકો દંડાયા



