સુરતમાં 2100 ગ્રામ ડ્રગ્સ સાથે 3ની ધરપકડ
18 કલાક સુધી પોલીસની તપાસ ચાલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અંકલેશ્ર્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે 20 ઓક્ટોબરની મોડીરાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે GIDCમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી છે. અંકલેશ્ર્વર GIDC માંથી 13મી ઓક્ટબરે આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. ત્યારે હવે આવકાર ફેક્ટરીથી માત્ર દોઢ કિલોમીટર દૂર અવસર ફેક્ટરીમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જો કે આ ડ્રગ્સ ઝડપાવાની લિંક સુરતના વેલંજામાંથી મળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે સુલંજામાંથી 2 કરોડનું 2100 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમણે આ જથ્થો અંકલેશ્ર્વરથી લઈને આવ્યા હતા, જેથી તપાસમાં અંકલેશ્ર્વર લિંક બહાર આવતાં પોલીસે ત્યાં પણ તપાસ કરી હતી. આમ અંકલેશ્ર્વરમાં તપાસ કરતાં અવસર એન્ટરપ્રાઈઝમાંથી ડ્રગ્સ મળ્યું હતું. અંકલેશ્ર્વર જીઆઇડીસીની અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાં 18 કલાક બાદ પોલીસની તપાસ પૂર્ણ થઈ છે. પોલીસ કંપની સંચાલક વિશાલ પટેલને લઇ સુરત જવા રવાના થઈ ગઈ છે. અંકલેશ્ર્વરની અવસર એન્ટરપ્રાઈઝમાંથી પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સનું શંકાસ્પદ રો-મટીરિયલ ઝડપી પાડ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ, ગ્રામ્ય જઘૠ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અંકલેશ્ર્વરથી સ્કોડા કાર નંબર ૠઉં 16 ઉઊં 3299માં ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહ્યા હતા, જેની જાણકારી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. પોલીસ રાજ હોટલથી વેલંજા તરફ જતા રોડ પરથી કારને ઝડપી પાડ્યો છે.
- Advertisement -
આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા.
આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ઘણા દિવસોથી અલગ અલગ પ્રકારના ડ્રગ્સના રેકેટ અને કાર્ટેલ્સ તેમજ ડ્રગ્સ સપ્લાય કરનાર લોકો પર નજર હતી. ઘણા બધા કેસ કરવામાં આવ્યા છે. અમે આ કેસમાં લિંક શોધી રહ્યા હતા. ક્યાંથી કઈ કાર્ટેલ કામ કરે છે, કઈ રીતે બનાવે છે, ક્યાં સપ્લાય કરવામાં આવે છે. એના ભાગરૂપે સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી. સુરત ગ્રામ્યના વેલંજા ગામથી ત્રણ લોકોની લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે કિલોથી પણ વધુ એમડી ડ્રગ્સના જથ્થા કબજે કરાયો છે. જ્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વરમાં પોલીસની મદદથી ત્યાં પણ અત્યારે અમે સર્ચ કર્યું હતું. અમને કેટલોક મુદ્દામાલ મળ્યો છે. એના આધારે એફએસએલમાં ચકાસણી કરવામાં આવશે કે એ કયા સ્ટેજમાં છે, કારણ કે ડ્રગ્સ બનાવવાનાં ચાર સ્ટેજ હોય છે.