ગુજરાતમાં પાછોતરો વરસાદ વિવિધ જીલ્લાઓમાં વરસી રહ્યો છે. જેને લઇ વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. ત્યારે ગતરોજ રાજ્યના 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી રાજકોટના લોધિકામાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો.
69 તાલુકાઓમાં વરસાદ
એક દિવસમાં રાજ્યના 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં લોધિકામાં સૌથી વધુ પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.
- Advertisement -
4 ઈંચ વરસાદ
રાજ્યના વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. જેમાં મોરબીમાં 4 ઈંચ જ્યારે માળીયાહાટીનામાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.
3.5 ઈંચ વરસાદ
આ ઉપરાંત મેંદરડામાં 3.5 ઈંચ, કુકાવાવ, વડિયામાં 3.5 ઈંચ વરસાદ વરસતા લોકોના રોજિંદા કામ અટક્યા હતા. ઉપરાંત વરસાદને લઇ છત્રી રેઇનકોટ પહેરીને કામધંધે જવાની વારી આવી હતી.
2.5 ઈંચ વરસાદ
બીજી તરફ કાલાવડ, રાણાવાવમાં 2.5 ઈંચ વરસાદ, રાજકોટમાં 2.5 ઈંચ, કલ્યાણપુરમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
બે ઈંચ વરસાદ
જ્યારે જૂનાગઢમાં સવા બે ઈંચ, કડીમાં પોણા બે ઈંચ વરસાદ વરસતા બાળકોને પણ મજા પડી ગઇ હતી. ત્યારે વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.




