ખાસ-ખબરના અહેવાલનો પડઘો
પાટડી ખાતે બદલી થવા છતાં પણ મલાઈ તારવવા માટે ધ્રાંગધ્રા પડ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓમાં કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરાય છે ત્યારે ધ્રાંગધ્રા સબ રજીસ્ટાર ખાતે કરાર આધારિત બે કર્મચારીઓની પાટડી ખાતે બદલી થઈ હોવા છતાં અહી જૂના અને જાણીતા હોવાથી મલાઈ તારવવા માટે બદલીનું સ્થળ પસંદ નહિ કરી પોતાની મનમાની થકી ધ્રાંગધ્રા સેવા સદનના સબ રજીસ્ટાર ખાતે ફરજ નિભાવતા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ધ્રાંગધ્રા ખાતેથી બદલી થયેલ બંને કર્મચારીઓને પાટડી અને પાટડીના કર્મચારીઓને ધ્રાંગધ્રા ખાતે અરસ પરસ બદલી કરાઈ હોવા છતાં પાટડીના કર્મચારીઓની નોકરી ધ્રાંગધ્રા અને અહીંના કર્મચારીઓની નોકરી પાટડી ખાતે જરૂર બોલતી હતી
જેની બદલે ચારેય કરાર આધારિત કર્મચારીઓએ યુક્તિ અજમાવી અપડાઉન કરવું ન પડે તે માટે ફરજનું સ્થળ બદલ્યા વગર માત્ર સરકારી કાગળ પર બદલી દર્શાવી હતી આ તરફ ધ્રાંગધ્રા સબ રજીસ્ટર ચાવડા આ ખેલ જાણતો હોવા છતાં પોતાના બંને ભ્રષ્ટાચારી કમાઉ કર્મચારીઓને છોડવા તૈયાર ન હતા જેથી બંને કરાર આધારિત કર્મચારીઓને બદલી થવા છતાં ફરજ પર રાખ્યા હતા જ્યારે આ મામલે સબ રજીસ્ટરને પૂછતાં જ તેઓ દ્વારા બંને કર્મચારીઓનો રીતસરનો બચાવ કરાયો હતો પરંતુ “ખાસ – ખબર” અહેવાલ પ્રસિદ્ધ થતા જ બંને કરાર આધારિત કર્મચારીઓને તાત્કાલિક પાટડી ખાતે ફરજ પર હાજર થવા ફરમાન આવ્યું હતું અને બંને કર્મચારીઓને બદલી સ્થળ પાટડી ખાતે હાજર થવું પડ્યું હતું.