ડી.એચ કોલેજના મેદાનમાં રાત પડેને ઉગશે સૂરજ
સરગમ ક્લબ -તેમજ મારવાડી એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે સરગમી રાસોત્સવ
સરગમ કલબ, તેમજ મારવાડી એજ્યુકેશન ના સંયુક્ત ઉપક્રમે તા. 13/10/24 ને રવીવાર રાત્રે 9/00 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે સરગમી યોજાશે. આ સરગમી રાસોત્સવ માં સરગમ ક્લબના સભ્યો સરગમ જેન્ટ્સ ક્લબ, સરગમ લેડીઝ ક્લબ, સિનિયર સીટીઝન ક્લબ, સરગમ કપલ કલબ, ઈવનીંગ પોસ્ટ આ તમામ સભ્યો એ આઈકાર્ડ સાથે લઈને આવવાનું રહેશે. આઈકાર્ડ વગર પ્રવેશ મળશે નહી જો કોઈ ગેસ્ટ ને જોવા માટે આવવું હોય તો એન્ટ્રી ટીકીટ લઈને 20/- રૂપિયા ભરીને આવવાનું રહેશે. પાર્કિંગ નો ચાર્જ ચૂકવાનો રહેશે. બધા ગ્રુપમાં થઈને 200 થી વધુ ઇનામો રાખવામા આવ્યા છે. તો સરગમ ક્લબના તમામ સભ્યો એ મોટી સંખ્યામાં જોડાશે. કલાકર હેમતભાઈ પંડ્યા, નિલેષભાઈ પંડયા, પ્રિયાબેન જોષી, ડો. પ્રીતી ભટ્ટ મેલોડી કલર્સનાં મન્સુર અલી ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ પ્રસ્તુત કરશે.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ લેડીઝ ક્લબ દ્વારા આયોજિત ગોપી રાસોત્સવ નો મેગા ફાઈનલ આજે રાત્રે ડીએચ કોલેજના મેદાનમાં યોજાશે અને વિજેતા બનનાર બહેનોને ક્વીનનું બિરુદ આપવામાં આવશે. આ મેઘા ફાઈનલ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને રાત્રે ઢોલની દાંડી પીટાશે અને એ સાથે જ સુર, તાલ અને બહેનોની કલાનો સંગમ થશે. આ મેગા ફાઈનલના સાક્ષી બનવા માટે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે. આ મેઘા ફાઇનલમાં વિજેતા થનાર બહેનોને લાખેણા ઇનામો આપવામાં આવશે.
દરમિયાન શુક્રવારે નવમા નોરતે પણ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને પ્રોત્સાહિત કરી હતી. આ મહાનુભાવોમાં પોલીસ કમિશનર બ્રીજેષ D.C.P. ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહેલ, મેયર નયનાબેન પેઢડિયા, અશ્વીનભાઈ મોલીયા, શૈલેષભાઈ માંકડિયા, મયુરધ્વજસિંહ જાડેજા (હેડલાઇન પ્રેસ ચીફ), રાકેશભાઈ પોપટ, શૈલેષભાઈ પાબારી, અભિષેકભાઈ અઢીયા, દીપકભાઈ ધીંગાણી, પ્ર્તાપભાઈ પટેલ, ચ્ંદ્રીકાબેન ધામેલિયા, મનુભાઈ વઘાસિયા, સુધાબેન ભાયા, ગુણવંતભાઈ ભટ્ટ, જયેશભાઇ ઉપાધ્યાય, કેતનભાઈ બુસા, નરેશભાઈ શાહ, નીતીનભાઇ પાટડીયા, યુસુફભાઈ માંકડા, યોગીનભાઈ છનીયારા, ભરતસિંહ ઝાલા, રાજુભાઈ ગોંડલિયા, વિજયભાઇ કારીયા, વિનયભાઇ કારીયા, ઉમેશભાઈ શેઠ, કિરણભાઈ કતીરા, દિનેશભાઈ અમૃતિયા, સતિષભાઇ ભીમજીયાણી, રજનીભાઈ કાત્રોડિયા, વગેરેનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સુરેશભાઇ દેત્રોજા, ભરતભાઇ સોંલકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ પનારા, જ્યસુખભાઇ ડાભી , ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા,અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ડો. અલ્કાબેન ધામેલિયા, તથા લેડીઝ ક્લબ અને જેન્ટ્સ ક્લબના બને કમીટી મેમ્બરો જહેમત ઉઠાવે.