કંપનીની દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ને ભેખડ પડી, મોતનો આંકડો વધવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતાં 7થી વધુ મજૂરો દટાઈ જવાની ઘટના સામે આવતાં ફફડાટ મચી જવા પામ્યો હતો. એમાં 4 મજૂરનાં મોત નીપજ્યાં છે, જ્યારે 4થી વધુ મજૂર હજુ દટાયેલા છે. તેમને હાલ ઉંઈઇની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે ઘટનાસ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પણ આવી પહોંચી છે.
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતાં ચકચાર મચી જવા પામ્યો હતો. સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. કંપનીમાં દીવાલ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતાં 7થી વધુ મજૂરો દટાઈ જવાના સમાચાર આવ્યા છે, જેમાંથી 4 મજૂરનાં મોત નીપજ્યાં છે અને 4થી વધુ મજૂરો હજુ દટાયેલા છે. તેમને ઉંઈઇ વડે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
કડીમાં ગોઝારી ઘટના બનતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાસ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ આવી પહોંચ્યો છે. હાલ મજૂરોને બહાર કાઢવાનું કામ ઉંઈઇની મદદથી કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
કડી તાલુકાના જાસલપુર ગામે એક ગોઝારી ઘટના સર્જાઈ હતી. જેમાં 4થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે માટીની ભેખડ પડતા સાતથી વધુ મજૂરો દટાઈ જવાની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મહેસાણા જિલ્લા પોલીસ વડા તરુણ દુગલ, ઉુ.જઙ મિલાપ પટેલ, કડી પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે સાથે મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી છે.
આ દુર્ઘટના અંગે મહેસાણા જિલ્લા જઙ ડો તરૂણ દુગ્ગલએ જણાવ્યું હતું કે, કડીના એક ગામમાં નવી કંપનીનું ક્ધટ્રક્શન ચાલી રહ્યું હતું ત્યારે ભેખડ ધસી પડી હતી. જેને લીધે 8 જેટલાં મજૂરો દટાઈ ગયા છે. હાલમાં રેસ્ક્યૂની કામગીરી તમામ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.