27 વર્ષથી દિલ્હીમાં યોજાતા ‘દાંડીયા મસ્તી’ના ગરબામાં મનસુખ માંડવીયાની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા 27 વર્ષ થી દિલ્હીની જાણીતી ગુજરાતી સંસ્થાઓ ગુજરાતી વિકાસ મંડળ અને સહકારના સંયુક્ત ઉપક્રમે યોજાતી ’દાંડીયા મસ્તી’ હવે દિલ્હીના પ્રત્યેક ગુજરાતીઓ માં ખુબ લોકપ્રિય બની ચુકી છે. દિલ્હી ના જી.ટી.કર્નાલ રોડ પર આવેલા સંપૂર્ણ વાતાનુકૂલિત રજવાડા પેલેસમાં છેલ્લા ઘણા વર્ષોથી દાંડીયા મસ્તીનું ભવ્ય આયોજન થાય છે. દાંડીયા મસ્તીની શરૂઆત થી આજ સુધી અમદાવાદ ની કલા સંસ્થા તીહાઇ-ધ મ્યુઝિક પીપલ દ્વારા લાઇવ મ્યુઝીક સાથે યોજાતી આ ભવ્ય રાત્રીઓ માં દીલ્હીના ગુજરાતીઓ ઉમટી પડે છે.
આજે ગુજરાતી વિકાસ મંડળ અને સહકારના આમંત્રણ ને માન આપી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ ખેલૈયાઓ અને કલાકારોને દિલ્હીમાં ગુજરાત ઉભું કરવા માટે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લખેલો ગરબો ’આવતી કળાય માડી, આવતી કળાય’ સ્ટેજ પર ઉપસ્થીત કલાકારો દ્વારા રજુ થતા જ ખેલૈયાઓ મન ભરીને ઝુમ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના લખેલા ગરબાઓ આ પહેલા પણ લોકપ્રિય થઇ ચુક્યા છે.