પાયામાં તકલાદી મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રસુલાબાદ ગામમાં છેલ્લા લાંબા સમયથી અણગઢ વહીવટના કારણે ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યાની રાવ વારંવાર જાગૃત યુવક દ્વારા કરવામાં આવતી હોય છે. નરેશ મકવાણા નામના જાગૃત યુવકે રસુલાબાદ ગામે ભ્રષ્ટાચાર થયો હોવાનું લેખિતમાં સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું છે લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ રસુલાબાદ ગામે આવેલ અનુસૂચિત જાતિના મુક્તિધામ ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
- Advertisement -
જેમાં 5 લાખની માતબર રકમ મંજૂર કરાવવામાં આવી હોવા છતાં તકલાદી મટીરીયલ વાપરવામાં આવ્યુ છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવી રહ્યો છે તેવા અક્ષેપો કરવામાં આવ્યા છે મુક્તિધામની કમ્પાઉન્ડ વોલમા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા ચોમેર ફિટકારની લાગણી પ્રસરી જવા પામી હતી.