આર્જેન્ટીનાની સૌથી ખરાબ: ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રાઝિલ જેવા દેશોના પણ ‘નીચલા રેન્ક’ : વૈશ્વિક દેશો ભારતને અનુસરે તો પર્યાવરણને નુકશાન અટકી શકે
દરેક દેશનું ખાવા-પીવાનું અલગ-અલગ હોય છે. તેમને તૈયાર કરવાની રીત અલગ છે. પરંતુ જો કોઈ પૂછે કે દુનિયામાં કયાં દેશમાં ખાવાની સૌથી સારી રીત છે, તો તમે વિના સંકોચ ભારતનું નામ લઈ શકો છો. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે આપણે ભારતીયો જે રીતે ખાયએ છીએ તે પૃથ્વી માટે એટલે કે આબોહવા પરિવર્તનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે.
- Advertisement -
લોકો શું ખાય છે અને પીએ છે તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેનાં પર પૃથ્વીનાં ભવિષ્યનો આધાર રહેલો છે. ખોરાકની તૈયારીમાં ઉત્સર્જિત ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ નક્કી કરે છે કે તે પૃથ્વીનાં સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં.
બ્લ્યુડબ્લ્યુએફએ તેનાં ‘લિવિંગ પ્લેનેટ રિપોર્ટ’માં ભારતની ખાનપાનની આદતોની પ્રશંસા કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટી અર્થવ્યવસ્થાઓ એટલે કે જી 20 દેશોમાં ભારતનું ભોજન શ્રેષ્ઠ ગણવામાં આવે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો 2050 સુધીમાં દુનિયાનાં તમામ દેશો ભારતની ખાવાની રીત અપનાવશે તો પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થશે. રિપોર્ટ અનુસાર આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં સૌથી ખરાબ ખાવાની આદતો છે.
રિપોર્ટ અનુસાર, ‘જો 2050 સુધીમાં વિશ્વમાં દરેક વ્યક્તિ હાલની મોટી અર્થવ્યવસ્થા ધરાવતાં દેશોનાં આહારને અપનાવે છે, તો ખોરાકથી થતાં ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનને કારણે, વિશ્વનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી 263 ટકા વધી જશે. એટલું જ નહીં, આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે આપણને એક પૃથ્વીને બદલે સાત પૃથ્વીની જરૂર પડશે.
- Advertisement -
રિપોર્ટમાં ભારતનાં ’મિલેટ મિશન’ની પણ પ્રશંસા કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વિશ્વનાં તમામ દેશો 2050 સુધીમાં ભારતની ખાવાની રીત અપનાવે તો આપણી ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણને એક કરતાં પણ ઓછી જમીનની જરૂર પડશે. ભારતમાં ખોરાકને કારણે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન એટલું ઓછું છે કે વિશ્વનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ નહીં વધે.
રિપોર્ટ અનુસાર, જો વિશ્વ આર્જેન્ટિનાના આહારને અપનાવે તો તેને મહત્તમ 7.4 પૃથ્વીની જરૂર પડશે. મતલબ કે આર્જેન્ટિના યોગ્ય ખાનપાનની આદતોની બાબતમાં પાછળ છે. તે પછી ઓસ્ટ્રેલિયા (6.8), અમેરિકા (5.5), બ્રાઝિલ (5.2), ફ્રાન્સ (5), ઇટાલી (4.6), કેનેડા (4.5) અને બ્રિટન (3.9) આવે છે. ભારત (0.84) પછી ઇન્ડોનેશિયા (0.9) સારી સ્થિતિમાં છે. તે પછી ચીન (1.7), જાપાન (1.8) અને સાઉદી અરેબિયા (2) આવે છે.
અહેવાલમાં આબોહવા-સ્થિતિ સ્થાપક બાજરીને પ્રોત્સાહન આપવાનાં ભારતનાં પ્રયાસોની પણ પ્રશંસા કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘નેશનલ મિલેટ કેમ્પેન’ને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે દેશમાં આ જૂના અનાજનો વપરાશ વધારે છે. આ અનાજ માત્ર સ્વાસ્થ્ય માટે જ સારું નથી, તે આબોહવા પરિવર્તન સામે પણ ખૂબ જ સારું છે.




