જૈન વિઝન- વિશ્ર્વ વણિક સામાજિક સંગઠન વણિક સમાજના આયોજનને લોકોએ વખાણ્યું
નવનાત સાથે જોડાયેલા ત્રણ લાખ વધુ લોકો
આ નવરાત્રી મહોત્સવના સહભાગી બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા આયોજિત સોનમ નવનાત વણિક ગરબામાં રોજે રોજ જમાવટ થઈ રહી છે અને ખેલૈયાઓએ જોશ અને ઉમંગ દેખાડી રહ્યા છે. ઢોલની પહેલી દાંડી પીટાય તે પૂર્વે માર્ગ જગદંબાની આરતી માં મહાનુભાવો જોડાય છે. પહેલા બે નોરતામાં જ કલ્પનાતીત હાજરી જોવા મળી હતી અને યુવા ધન ઝૂમી ઉઠયુ હતું .
સુંદર વ્યવસ્થા અને નયનરમ્ય લાઇટિંગને કારણે 150 ફૂટ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે નયનરમ્ય મેદાનમાં રાત્રે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.
ગુરુવારે પહેલા નોરતે વિશ્વ વણિક સામાજિક સંગઠનના પ્રોજેક્ટ ચેરમેન ચંદ્રકાન્તભાઈ શેઠ, જૈન અગ્રણી સુનિલભાઈ શાહ, અજીતભાઈ જૈન, સુનિલભાઈ કોઠારી, ગીરીશભાઈ મહેતા, અને પ્રમોદભાઈ કોઠારીના હસ્તે આ રાસોત્સવ ખુલ્લો મુકાયો હતો.
આ નવરાત્રી મહોત્સવ ને માણવા માટે રેડીયો રાજકોટ 89.6 એફ એમ ટીમ વતી સ્ટેશન ડીરેકટર સંજય મહેતા , આર જે ચાંદની , આર જે દેવયાની દશા સોરઠીયા વણિક બોર્ડીંગના અતુલભાઈ કોઠારી અને ભુપતભાઈ ભુપતાણી, જેમના ગ્રાઉન્ડ માં દાંડિયા રાસ યોજાઇ રહયા છે તેવા ભાટિયા ક્રિયેશનના દર્શિલ સંપટ, યશભાઈ સંપટ, પે ટચના કિશનભાઈ ગજેરા, કે પી હરણ, જયેશભાઈ શાહ( સોનમ ક્વાટઝ), જયભાઈ ખારા ( જૈન અગ્રણી) મનોજ અનડકટ (આદેશ ટ્રાવેલ્સ),પંકજ ગુણુભાઈ ડેલાવાળા,રાકેશ ડેલીવાળા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને વખાણ્યું હતું.
આ વખતે ખેલૈયાઓને જોશ ભેર ગરબા રમાડવા માટે બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, ગરબા કિંગ ઓફ ગુજરાત અતા ખાન અને ફોક સિંગર તુષાર ત્રિવેદી , મ્યુઝીક એરેન્જર રાજુ ત્રિવેદી, રીધમ કિંગ મહેશ ઢાંકેચા, એન્કર કમ સિંગર ગાર્ગી નિમ્બાર્ક, ગીટારીસ્ટ હિતેશ મહેતા અને ફોક સિંગર તુષાર ત્રિવેદી વગેરે સજજ થયેલા છે. આર્ટીસ્ટનું મેનેજમેન્ટ જીલ એન્ટરપ્રાઈઝનાં તેજસ શીશાંગીયા કરી રહ્યા છે. આ નવરાત્રી મહોત્સવમાં બહેનો વિનામૂલ્યે રમી રહી છે. આ નવરાત્રી મહોત્સવના અનેક આકર્ષણો છે. ખાસ કરીને 100000 વોટ ની અદભુત સાઉન્ડ સિસ્ટમ,થ્રિ- લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી ઉપર પ્રસારણ, રોજેરોજ અને ફાઇનલના દિવસે સ્કૂટર, બાઈક, સાઇકલ, ગોલ્ડ જ્વેલરી, ટીવી, એસી, વોશિંગ મશીન, મોબાઈલ અને ચાંદીના સિક્કા જેવા લાખેણા ઇનામો, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણપણે પારિવારિક માહોલ નો અનુભવ થઇ રહ્યો છે.
- Advertisement -
આ ગરબાને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્ટ ચેરમેન સી.એમ.શેઠ જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્વાણી, નીતિનભાઈ માંડલિયા, રાજુ લોઢીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.