એક આખો આઇલેન્ડ હોન્ટેડ છે અને છેલ્લા 50 -60 વર્ષોથી અહીં કોઈ રહેતું પણ નથી. એટલું જ નહીં આશરે દોઢ લાખ જેટલી આત્માઓ અહીં ભટકે છે અને કોઈને ત્યાં રહેવા નથી દેતી.
- Advertisement -
આખી દુનિયામાં ભૂતિયા સ્થળોની કોઈ કમી નથી. ઘણા ઘરો, કિલ્લાઓ, શેરીઓ અને કેટલાક ગામ પણ ભૂતિયા માનવામાં આવે છે પણ ઇટલીમાં એક એવો ટાપુ આવેલો છે જેને આખે આખો હોનટેડ માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે છે આ જગ્યા પર લાખો લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેનું નામ છે ઇટલીનો પોવેગ્લિયા આઇલેન્ડ. જેને લોકો આઇલેન્ડ ઓફ ડેથના નામે પણ ઓળખે છે. એક સમયે ઇટાલીમાં બ્યુબોનિક પ્લેગ ફેલાયો હતો અને જે લોકો તેના પ્લેગથી સંક્રમિત થતાં એમને આ આઇલેન્ડમાં રાખવામાં આવ્યા હતા. આશરે દોઢ લાખ જેટલ લોકો આ આઇલેન્ડ પર આઇસોલેટેડ રહ્યા હતા. અંતે જ્યારે આ રોગનો કોઈ ઈલાજ ન મળ્યો ત્યારે તે 1.5 લાખ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
આ આઇલેન્ડ ઇટાલીના બે શહેરો વેનિસ અને લિડો વચ્ચે આવેલો છે અને કહેવાય છે કે વર્ષ 1922 અહીં એક પાગલખાનું ખોલવામાં આવ્યું હતું જ્યાં ડોકટર ત્યાં આવેલ મેન્ટેલ પેશન્ટ પર વિચિત્ર એક્સપરિમેન્ટ્સ કરતાં અને અંતે એક દિવસ એ ડૉક્ટરનું જ રહસ્યમય મૃત્યુ થઈ ગયું હતું જે બાદથી આ ટાપુ એકદમ વિરાન પડ્યો છે. કહેવાય છે કે હાલ થોડા વર્ષો પહેલા આ ટાપુના રીડેવપલમેન્ટનું કામ શરૂ થયું હતું પરંતુ લોકો ત્યાં જવાથી ડરે છે. કેટલાક લોકોનું માનવું છે કે સાંજ પડતાની સાથે જ આ આઇલેન્ડ પરથી ચીસો પડતી સંભળાય છે.
- Advertisement -