અમરોહાના ગજરૌલાના રહેવાસી, 68 વર્ષીય રામ સિંહ બૌદ્ધે રેડિયોનો સૌથી મોટો સંગ્રહ ધરાવવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. પત્રવ્યવહારનાં એક વર્ષ પછી, ગિનિસ રેકોર્ડ કીપર્સે પુષ્ટિ કરી કે ‘તેની પાસે 1257 રેડિયોનો સૌથી મોટો સંગ્રહ છે.’ તેમની વેબસાઇટ પર તેમનું નામ સૂચિબદ્ધ કર્યું હતું. બૌદ્ધ 1400 રેડિયો ધરાવે છે, પણ ગિનીસ માર્ગદર્શિકાએ કહ્યું હતું કે દરેક રેડિયો અનન્ય હોવો જોઈએ, પરિણામે ‘ડુપ્લિકેટ્સ’ને બાકાત રાખવામાં આવે છે. અગાઉનો રેકોર્ડ એમ પ્રકાશના નામે હતો, જેમની પાસે જુલાઈ 2005માં 625 વિવિધ પ્રકારના રેડિયો હતો.
વર્ષોથી, તેમણે રેડિયો એકત્ર કરવાના શોખને આગળ વધારવા માટે દિલ્હી, મેરઠ અને અન્ય નગરોના વિવિધ જંક માર્કેટમાં લાખોનું રોકાણ કર્યું છે. તેમનાં સંગ્રહમાંનો સૌથી જૂનો રેડિયો 1920 નો છે. બૌદ્ધનો રેડિયો પ્રત્યેનો જુસ્સો અને તેમનાં સંગ્રહને ન્યુઝ પેપરમાં પ્રકાશિત કરવામાં આવ્યો, જેનાં કારણે પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ ’મન કી બાત’માં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
બૌદ્ધના પ્રયાસો વિશે વાત કરતાં મોદીએ કહ્યું હતું કે, ‘મન કી બાતની એક સિદ્ધિ એ છે કે તેને રેડિયોને વધુ લોકપ્રિય બનાવ્યો છે. મને અમરોહાથી રામ સિંહ બૌદ્ધજીનો એક પત્ર મળ્યો હતો. તેઓ ઘણાં દાયકાઓથી રેડિયો એકઠાં કરી રહ્યાં છે. વેરહાઉસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં સુપરવાઈઝર તરીકે નિવૃત્ત થયેલાં બૌદ્ધ, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી ભૌતિક સ્મૃતિચિહ્નની રાહ જોઈ રહ્યાં છે. બૌદ્ધ ભવિષ્યમાં રેડિયો મ્યુઝિયમની સ્થાપના કરવા માંગે છે.