“ખાસ-ખબર” કાર્યાલયની મુલાકાતે આવેલા અશોક વોરા, વૈભવ સંઘવી, વંદીત દામાણી, ઉદય ગાંધી
રોજે-રોજના વિજેતાઓને ઈનામો સાથે ફાઈનલના વિજેતાઓને બાઈક, સ્કૂટર, ગોલ્ડ જ્વેલરી, ઈલેકટ્રોનિક્સ આઈટમ સહિતના લાખેણા ઈનામોની વણઝાર
- Advertisement -
એક્સક્લુઝીવલી જૈનો માટે થતું વિશ્ર્વનું એકમાત્ર નવરાત્રિ મહોત્સવનું બેનમૂન આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
સતત સાતમા વર્ષે જૈનમ્ કામદાર નવરાત્રિ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન 150 ફૂટ રીંગ રોડ પર આવેલા પારીજાત પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે જેમાં થ્રી લેયર સિક્યુરિટી કવચ સાથે પારિવારીક માહોલમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠશે.
વિશ્ર્વભરમાં નવરાત્રિના નવેય દિવસ માત્ર જૈનો માટે યોજાતા એકમાત્ર નવરાત્રિ મહોત્સવનો શ્રેય જૈનમ પરિવારને ફાળે જાય છે અને તેમાંય સળંગ સાતમા વર્ષે યોજાવા જઈ રહેલા જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવ 2024માં આ વર્ષે દર વર્ષની માફક કોઈ નોખુ કંઈક અનોખુ, વિશેષથી સવિશેષ, સુપરથી પણ ઉપર એવું ઉત્કૃષ્ટ આયોજન થવા જઈ રહ્યું છે. એક લાખ વોટની હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ, વિશ્ર્વ પ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટના નેતૃત્વમાં એમની સાજીંદાઓની ટીમ, એકથી એક ચડિયાતા ગીતોના સથવારે ખેલૈયાઓને રમવા મજબૂર કરી દે એવા ગાયક કલાકારો, અદ્યતન લાઈટીંગ એરેંજમેન્ટ, ત્રણ લાખ સ્કે. ફૂટનું વિશાળ ગ્રાઉન્ડ, ખેલૈયાઓ માટે કારપેટીંગથી પ્લે ગ્રાઉન્ડના સથવારે આ વર્ષે જૈનમમાં પણ નવરાત્રિની ધૂમ મચવાની છે.
- Advertisement -
પારિવારીક માહોલ વચ્ચે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા કે જ્યાં સમાજની બહેન-દીકરીઓ નિર્ભીકપણે મન મૂકીને રમી શકે તેવી આગવી છાપ ધરાવતા જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવમાં આ વર્ષે પણ ગયા વર્ષ કરતાં પણ વિશેષ આયોજન થવા જઈ રહ્યુંં છે. 180થી પણ વધુ કાર્યકર્તાઓની ફોજ વિવિધ કમિટીઓ બનાવીને રાસોત્સવના આયોજનને આખરીઓપ આપી ચૂકી છે ત્યારે રાજકોટનો જૈન સમાજ જૈનમમાં મહોત્સવ માણવા થનગની રહ્યો છે. ફ્રી પાર્કિંગની વ્યવસ્થા સાથે થ્રી લેયર સિક્યુરીટીની વ્યવસ્થા કરવામાં આવી છે. નાઈટ વિઝન સીસીટીવી કેમેરા, ખાનગી સિક્યુરિટી, બાઉન્સરોની વિશેષ સુરક્ષા ટુકડી તથા જૈનમના કમિટી ચેમ્બરની બનેલી સ્પે. ટાસ્ક ફોર્સ ખેલૈયાઓને નિર્ભીકપણે રમી શકાય તેવું સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરશે.
હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ, બહેતરીન લાઈટીંગ વ્યવસ્થાથી ઝળહળતું કારપેટથી સજ્જ ગ્રાઉન્ડ સાથે વિશ્ર્વ વિખ્યાત સંગીતકાર પંકજભાઈ ભટ્ટના સાજીંદાઓની ટીમ કે જે વિવિધ વાદ્ય ઉપર સંગીતની મહેફીલ માંડશે. ગાયક કલાકારો દ્વારા સંગીતના સથવારે પ્રાચીન-અર્વાચીન, હિન્દી-ગુજરાતી, ભાતીગળ ગીતો, હાલરડા, દુહા-છંદના વિશેષ સમન્વય દ્વારા ખેલૈયાઓને જોમ ચડે તેવું ઉત્સાહસભર ગીત-સંગીત પ્રસ્તુત કરશે. આ વર્ષે ગાયક કલાકારોમાં દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચૂકેલા ગાયક કલાકારો સીંગર અનીલ વાંકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબઈ), ફ્યુઝન સીંગર પ્રદિપ ઠક્કર (રાજકોટ), પિન્કી પટેલ (અમદાવાદ), ફ્યુઝન સીંગર નમ્રતા ગોસલીયા (રાજકોટ)ના કંઠે આ વર્ષે પણ ખેલૈયાઓ સંગીતના તાલે ડોલવા મજબૂર બનશે.
નવેય દિવસના ડેઈલીના પ્લેયરમાં સિનિયર અને જુનિયર કેટેગરીમાં બેસ્ટ પ્રીન્સ-પ્રીન્સેસ તેમજ વેલડ્રેસ પ્રીન્સેસના વિજેતા ખેલૈયાઓને અવનવા ઈનામોથી નવાજવામાં આવશે. નવેય દિવસના વિજેતાઓને ખેલૈયાઓ વચ્ચે દશેરાના દિવસે ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને બાઈક, સ્કૂટર, સોનાના દાગીના, સાઈકલ, ટીવી, ફ્રીજ, વોશીંગ મશીન, એસી, જ્યુસર મીક્ષર, ઓવન સહિતના લાખેણા ઈનામોની વણઝારથી પ્રોત્સાહિત કરવામાં આવશે.
રાજકીય ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, સેવાકીય ક્ષેત્ર વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ પ્રોફેશનલને આમંત્રિત કરી જૈનમ રાસોત્સવ માણવા માટે બોલાવવામાં આવશે. રોજે-રોજ મા જગદંબાની આરતી કરવામાં આવશે, જેમાં આમંત્રિત મહેમાનો તથા જૈનમના કમિટી મેમ્બર તેમજ પરિવારજનો જોડાશે. આરતી બાદ પ્રારંભ થતાં આ નવરાત્રિ મહોત્સવમાં રમવા આવતા ખેલૈયાઓના પરિવારજનો પોતાના સભ્યોને ઘેર બેઠા લાઈવ નિહાળી શકે તે માટે વિવિધ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે જેનો પણ બહુ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. જે આ વર્ષે પણ આયોજન કરવામાં આવનાર છે. તમામ ખેલૈયાઓ માટે નિ:શુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ખાતે આવેલ ફૂડ કોર્ટમાં રોજે-રોજ અવનવી રસપ્રચુર પ્યોર જૈન વાનગીઓ પીરસવામાં આવશે.