કડવાભાઇ દોમડીયાએ પોતાની વાત ફેરવી તોળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
બાંટવાના સિનિયર આગેવાન ઉમેદસિંહ રાઠોડે એક વિડીયો વાયરલ કરીને જિલ્લા ભાજપ સંગઠન સામે બળાપો ઠાલવ્યો છે જેમાં તેને હૈયા વરાળ ઠાલવતા જણાવ્યુ હતુ કે, આજે ભાજપની કામ કરવાની કાર્યશૈલી બદલાઇ છે ત્યારે અમારા જેવા 1990થી અનેક હોદા સાથે પાર્ટીમાં જોડાયેલા છીએ એ સમયે આજે સિનિયર કાર્યકરર્તાઓને કોઇ મિટીંગમાં બોલાવતુ નથી તેમજ પાર્ટીના કોઇ પણ નિર્ણયમાં પુછતુ નથી તેનો ભારે વસવસો છે
- Advertisement -
ત્યારે આ બાબતે ભાજપના ઉચ્ચ કક્ષાએથી કોઇ ઝડપી નિર્ણય લેવો જોઇએ. વડાલના પાયાના પથ્થર અને ભાજપના પીઢ નેતા કડવાભાઇ દોમડીયાએ એક વિડીયો વાયરલ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો. ત્યારે એક દિવસ બાદ ફરી કડવાભાઇ દોમડીયાને સાચી હકીકત સમજાતા તેને વધુ એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં તેને જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યુ હતુ અને મારાથી જેકંઇ બોલાયુ તે સમજણ બહારની વાત હતી. આમ આક્ષેપ બાદ ફરી વાતને ફેરવી તોળી હતી.