ભાદરવી પૂનમે પદયાત્રિકોના 30 જેટલાં સંધો સહિત 25,000 જેટલાં ભાવિકોએ દર્શન કર્યા
ભાદરવી પૂનમે પદયાત્રિકોના 30 જેટલાં સંધો સહિત 25,000 જેટલાં ભાવિકોએ દર્શન કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
ઉમિયાધામ સિદસર ખાતે ત્રણ યાદગાર અને અવિસ્મરણીય મહોત્સવ થકી કુળદેવી માઁ ઉમિયા ના સાનીધ્યમાં ભકિતની શકિત સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આગામી 25 થી 29 ડીસેમ્બર 2024 માં ઉમિયા માતાજીનો 125 મો પ્રાગટય મહોત્સવ રંગે ચંગે ઉજવવાશે. ભાદરવી સુદ પૂનમ તા. 18 સપ્ટે. ને બુધવારે ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલ ઉમંગભેર ઉછામણીમાં એક કલાકમાં સવા છ કરોડનું દાન એકત્ર થયુ હતુ. ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે આગામી તા. 25 થી 29 ડીસેમ્બર 2024 માં માઁ ઉમિયા પ્રાગટ્યની 125 માં વર્ષની ઉજવણી નિમિતે સવા શતાબ્દી મહોત્સવના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે. ઉમિયાધામ સિદસર ખાતે બુધવારે તા. 18 ના રોજ મહોત્સવના મુખ્ય યજમાનની ઉમંગ અને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં કરવામાં આવેલ ઉછામણીમાં બહોળી સંખ્યામાં પાટીદાર દાતાઓ, ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉછામણીમાં રૂમ. 1.51, કરોડ જેવી માતબાર રકમનું દાન આપી સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા તથા ઉદ્યોગપતિ પુનીતભાઈ ચોવટીયા શ્રી સવા શતાબ્દી મહોત્સવના મુખ્ય યજમાન બન્યા છે. આ ઉપરાંત સહયજમાન તરીકે રૂા. 51, લાખ નું દાન આપનાર જીવનભાઈ ગોવાણી, તથા બીજા સહયજમાન તરીકે ધનજીભાઈ માકાસણા એ 51 લાખનો સહયોગ નોંધાવ્યો છે.
ત્રીજા સહ યજમાન તરીકે વસંત બિલ્ડર્સના મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ ભીમાણી, વસંતભાઇ ભીમાણી ચોથા સહ યજમાન તરીકે એન્જલ ગ્રુપના શિવાલાલભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા તરફથી 51 લાખનો સહયોગ પ્રાપ્ત થયો હતો. મહોત્સવના અન્નપૂર્ણા દાતા તરીકે રૂા. રપ લાખ નુ દાન આપી નંદલાલભાઈ માંડવીયા, ભોજનાલયના દાતા તેમજ અન્ય મુખ્ય દાતાઓની થઈ એક કલાકમાં કુલ 6.2પ કરોડનું દાન એકત્ર થયું હતુ. પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે આગામી 2પ થી 29 ડીસેમ્બર યોજાનારા 5 દિવસના શ્રી સવા શતાબ્દી મહોત્સવની ઉછામણી પ્રસંગે ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, તથા ગોવિંદભાઈ વરમોરાએ ઉછામણીની કાર્યવાહી સંભાળી હતી. મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે મહોત્સવની રૂપરેખા તથા ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ બી.એચ.ધોડાસરા, મનસુખભાઈ પાણ, મગનભાઈ જાવીયા, પાટીદાર મહાપદમ્ જીવનભાઈ ગોવાણી, ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ કણસાગરા, ભૂપતભાઈ ભાયાણી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન કૌશીકભાઈ રાબડીયાએ કર્યુ હતુ. ઉમિયાધામ સિદસર ખાતે હર વર્ષની માફક આ વર્ષે પણ મા ઉમિયાના 125 માં પ્રાગટય દિન નિમિતે ભાદરવી સુદ પુનમ ને તા. 18 સપ્ટેમ્બરના રોજ 11 કુંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન તરીકે શ્રીમતિ કોમલબેન તથા દિપકભાઇ જીવનભાઇ ગોવાણી એ લાભ લીધો હતો. ભાદરવી સુદ પૂનમે મહોત્સવની ઉછામણી તથા 11 કુંડી યજ્ઞમાં સૌરાષ્ટ્રભર માંથી રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, જામજોધપુર, પાનેલી, ઉપલેટા, ધોરાજી સહીતના વિવિધ શહેરો તેમજ તાલુકાઓ માંથી 30 જેટલા પદયાત્રીકોનો સંઘ સહીત 2પ હજાર ભાવીકોએ મા ઉમિયાના દર્શન કર્યા હતા.
બુધવારે ઉમિયાધામ ખાતે પંદર હજાર ભાવીકોએ પ્રસાદ લીધો હતો. સિદસર ખાતે મા ઉમિયાના પ્રાગટયદિનની ભવ્ય ઉજવણી માં ઉછામણી સહીત મંદિર પરિસરમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા સિદસર ગામ ના તમામ ભાઈઓ-બહેનો તથા આજુબાજુમાં 25 ગામો માંથી સ્વયંસેવકોએ ખડે પગે ઉભા રહી ઉમદા ફરજ બજાવી હતી.
- Advertisement -