દર વર્ષની જેમ આ વર્ષે પણ દરરોજ અનેક ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર મધ્યે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેમાં તા. 15-9ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 125થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું. બહેનો દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ હતું.
શનિવાર તા. 14-9ના રોજ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના આમંત્રણને માન આપી સુરેન્દ્રનગર ડીવાયએસપી વી. બી. જાડેજા, રાજકોટ એ ડીવીઝનના પી.આઈ. બારોટ, કસ્તુરી બિલ્ડર્સના માલીક આશીષભાઈ મહેતા, ‘ખાસ-ખબર’ પ્રેસના માલીક પરેશભાઈ ડોડીયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ, અગ્રણી વેપારી પુષ્પરાજસિંહ જાડેજા વગેરે સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા તથા મહાઆરતીનો લાભ લીધો હતો.
તા. 15ના રોજ આયોજકોના આમંત્રણને માન આપી બાલક હનુમાન મંદિરના સભ્યો દ્વારા 300 દીવડાની ગંગાઆરતી કરવામાં આવી હતી. જેમાં રાજકોટના અગ્રણી હીતેશભાઈ બગડાઈ, મહેશભાઈ રાજપુત, કેતનભાઈ શાહ, એ ડીવીઝનના ભરતસિંહ ગોહીલ વગેરે સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ પુરષોતમ રૂપાલા દર્શન કરવા આવ્યા હતા. સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8-30 કલાકે મંગળાઆરતી, સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયનઆરતી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક દિવસ દરેક ભાવિકોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે. દરેક દિવસે 25000થી 30000 ભાવિકો દર્શનનો લાભ લે છે તથા પોતાની માનતા પૂરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા. 50,00,000નો વિમો લેવામાં આવ્યો છે. ગણપતિ મહોત્સવ તા. 17-9 સુધી ચાલશે તેમજ સરકારના નિયમો મુજબ 9 ફૂટની ઊંચાઈની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે તથા વિસર્જન તા. 17-9ના રોજ પોલીસ કમિશનરની સૂચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ગણપતિ મહોત્સવને વધુમાં વધુ સફળ બનાવવા માટે સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.