અશ્ર્વિની મહેતા, આનંદ પલવનકર અને સંજય પંડયા રજૂ કરશે ગીતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરની સંગીતપ્રિય – કલાપ્રિય જનતા માટે જીિ જફરફિ ઊદયક્ષતિં ઇં. ખ. ઊદયક્ષતિં લઈને આવી રહ્યા છે. એક અલગ જ સ્ક્રીપ્ટ સાથે “હીટસ ઓફ 70-80”. રાજકોટ શહેરમાં હેમુ ગઢવી હોલમાં તા. 17-09-2024 ને મંગળવારના રાત્રે દુટમ કલાકે, “હીટસ ઓફ 70-80” આ ટાઈટલ અંતર્ગત પશુદાસ, શૈલેન્દ્રસિંધ, સુરેશ વાડકર, એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ, લતા મંગેશકર, આશા ભોંસલે, હેમલતા, સલમા આગા જેવા બોલીવુડ ગાયકોનાં ગીતો જેવા કે (1) દિલ ઢુંઢતા હૈ ફીર (2) કા કરૂ સજની આથે ના બાલમ (3) મૈં હું ખુશ રંગ હીના (4) ઓ મારીયા ઓ મારીયા (5) સચ મેરે યાર હૈ (6) સુન સાયબા સુન (7) હુસ્ન પહાડો કા આપની સમક્ષ મુંબઈનાં સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય વર્સેટાઈલ સીંગર શ્રી આનંદ પલવનકર અને રાજકોટનાં આંતરરાષ્ટ્રીય સીંગર અશ્વિની મહેતા તથા શ્રી સંજય પંડયા દ્વારા રજૂ કરવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં સંગીત શ્રી હિતેષ મહેતાનું રહેશે. કાર્યક્રમનું સંચાલન ઈન્દોરનાં સુપ્રસિદ્ધ અઁકર શ્રીમતી મોના ઠાકુર કરશે. જૈન અગ્રણી સંગીતપ્રેમી સ્માઈલ ગ્રુપના શ્રી સુનીલ શાહનો ખુબ સાથ સહકાર મળ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોલ્ડન જવેલર્સ – રાજકોટનાં સંચાલકો અને જીિ જફરફિ ઊદયક્ષતિં ઇં. ખ. ઊદયક્ષતિં ( /ઊં ઽ. (ઽ કાર્ય કરી રહ્યા છે. આ ટિકીટ શો માં આપની પસંદગીની ટિકીટ બુક કરાવવા આજે જ સંપર્ક કરો. શ્રી હિતેષ મહેતા (98795 87875), જૈન અગ્રણી અને સ્માઈલ ગ્રુપનાં શ્રી સુનીલભાઈ શાહ (98242 10515), શ્રી નરેશ ઠોસાણી (94281/56455) તથા શ્રી અજય દવે (86908 63003).