14મીએ શ્રીનાથજીની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટ શહેરમાં રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની સામે તુલસી બંગલોઝ ગ્રાઉન્ડમાં છેલ્લા 14 વર્ષથી સાર્વજનિક ગણપતિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે પણ તા. 7થી 17 દરમિયાન આસ્થા અને શ્રદ્ધા સાથે ગણપતિ દાદાનું પૂજન અર્ચન થશે. તા. 14-9 ને શનિવારના રોજ રાત્રે 8-30 કલાકે શ્રીનાથજીની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે. તા. 12ના રોજ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત બાળકો માટે ચિત્ર સ્પર્ધા, ડાન્સ કોમ્પિટિશન, બહેનો માટે રાસ ગરબા, સાડી સ્પર્ધા, વાનગી સ્પર્ધા પણ રાખવામાં આવે છે અને વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આરતીનો સમય સવારે 7-30 કલાકે અને રાત્રે 9 કલાકે રહેશે.
- Advertisement -
સાર્વજનિક ગણપતિ મહોત્સવને સફળ બનાવવા સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજા, પરેશભાઈ કુકડીયા, દિપકસિંહ જાડેજા, જલદીપ ટાંક, નિરજ ટાંક, અલ્પેશ ડાંગરીયા, હરેશભાઈ ડોબરીયા, પવન ચાવડા, કરણ જુંજા, રાજન જોલાપરા, હિરેન દુઘાત્રા, કલ્પ કાનાણી, સાવન પંડ્યા, નયન ધોળકીયા, ધનરાજ જાલાવડીયા, દર્શન પંડ્યા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.