વપરાયેલી દવાનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ પાર્કિંગમાં બોક્સના ઢગલાં કરી દેવાયા
હોસ્પિટલના નિર્માણ બાદ વધેલા સમારકામનો ભંગાર પણ પાર્કિંગમાં મૂકી દેવામાં આવ્યો!
- Advertisement -
ઝનાના હોસ્પિટલ જેવી બેદરકારી સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પણ દેખાઇ !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ તરીકે નામના ધરાવતી જનાના હોસ્પિટલમાં પણ બેદરકારી ખુલવા પામી છે. લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલા પાર્કિંગમાં વાહનનોની જગ્યાએ હોસ્પિટલનો વધેલો ભંગાર ખડકી દેવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ખાસ-ખબર દ્વારા તપાસ કરવામાં આવતા આ સત્ય હક્કિત સામે આવી છે. તેમજ નવનિર્મિત બિલ્ડીંગના પાર્કિંગમાં વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત આવો જ ભંગાર સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં પણ ખડકવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. જે અંગે ખાસ-ખબર દ્વારા ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે. શહેરના મધ્યમાં આવેલી અને સૌરાષ્ટ્રની એકમાત્ર એવી હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તે ઝનાના હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવી છે. અનેક વખત સ્વચ્છતાને લઈને ઝનાના હોસ્પિટલ સામે પ્રશ્ર્નો ઉભા થયા છે ત્યારે ફરી એક વખત ઝનાના હોસ્પિટલના સેલરમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા. વાહનોના પાર્કિંગની સુવિધા માટે બનાવવામાં આવેલા સેલરમાં વાહનો તો નહીં પરંતુ કચરાના ગંજ જોવા મળી રહ્યા છે જેના કારણે દર્દીઓના સ્વાસ્થ્ય સામે અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. તંત્ર હવે શું પગલાં લેશે તે તો જોવું રહ્યું!
- Advertisement -
વધુ અહેવાલ આવતીકાલે..