જિનાલયમાં દરરોજ પ્રભુજીની નયનરમ્ય આંગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પાટીદાર ચોક જીરાવલા પાર્શ્વનાથ જિનાલય, પાટીદાર ચોક પાસે રાજકોટ નજીક પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યા છે ત્યારે જિનાલય માં પૂજ્ય ગુરુ ભગવંતોએ કલ્પસૂત્ર નાં વ્યાખ્યાનમાં માતા ત્રિશલાદેવીએ જોયેલા 14 સ્વપ્નાનું વર્ણન કર્યું હતું. 14 સ્વપ્ના તથા ઘોડિયા પારણાની ઉછામણી તથા વધામણી હર્ષોલ્લાસ પૂર્વક થઈ હતી. ઘોડિયા પારણાનો ચઢાવો બોલનારા લાભાર્થી ને ઘેર વાજતે ગાજતે ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી નાં નારા સાથે પ્રભુજીનું પારણું તથા 14 સ્વપ્નો લઈ જવામાં આવ્યા હતા. દાતાઓના સહયોગથી સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત ઉપકારી વિતરાગ પ્રભુ મહાવીરના રાજ દરબારનું જીવન ચરિત્ર તેમજ દીક્ષા પર્યતના જીવનની અંગરચનાનાં દર્શન, મહાપૂજાનાં દર્શનનો ભાવિકોએ લાભ લીધેલ. તેમજ હાલ પર્યુષણ પર્વમાં દરરોજ સવારે 6:30 કલાકે સ્નાત્ર પૂજા, 9:30 કલાકે ગુરુભગવંતો દ્વારા વ્યાખ્યાન અને 6:30 કલાકે બહેનોનું પ્રતિક્રમણ, જીરાવલા પાર્શ્ર્વનાથ પ્રભુ તેમજ દરેક ભગવાનની સુંદર આંગીનાં દર્શન વંદનનો લાભ હજારો ભાવિકો લઈ રહ્યા છે.
- Advertisement -
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ દિલીપભાઈ દેસાઈ તથા ટ્રસ્ટી મંડળનાં સર્વે વિરેન્દ્રભાઈ મહેતા, નરેન્દ્રભાઈ શાહ, અનિલભાઈ મહેતા, ગિરીશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, સમીરભાઈ કાપડીયા, જિનેશભાઈ શાહ, ડો. તેજસભાઈ શાહ, સિદ્ધાર્થભાઈ મહેતા તથા યુવક મંડળનાં તમામ ભાઈઓ અને મહીલા મંડળ તથા યંગ લેડી યુવા ગ્રુપના તમામ બહેનો જહેમત ઉઠાવેલ. સાથોસાથ નિધિ દોમડીયા, દેવિકા મહેતા, ઉત્સવ કોઠારી, મહેક શાહ, માનસી નાગરિયા, લબ્ધી દોશી, જીનલ શેઠ વગેરે બહેનો એ આંગી બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.