ત્રિકોણબાગ કા રાજા’ની મૂર્તિ સ્થાપનનું જાજરમાન 26મા વર્ષ નિમિત્તે શ્રેણીબદ્ધ આયોજનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગણેશ મહોત્સવ એટલે લાખો આસ્થાળુંના કેન્દ્રસમા ‘ત્રિકોણબાગ બાગ કા રાજા.’ આ વર્ષે ત્ર્ાિકોણબાગ ખાતે તા. 7 થી 17 સપ્ટેમ્બર સુધી સ્થાપિત થનારા ત્રિકોણબાગ કા રાજાનું ર6મું વર્ષ છે. 1999ની સાલમાં ત્રિકોણબાગ ચોકમાં એક લીમડાના વૃક્ષ હેઠળ નાનકડા મંડપમાં સ્થાપિત કરેલી અઢી ફૂટની ઊંચાઈની માનતાના ગણપતિએ વર્ષોવર્ષ આસ્થાનું એવું મોટું વટવૃક્ષ ખડું ર્ક્યું કે ર019ની સાલમાં સ્થાપિત કરેલી અત્યાર સુધીની સૌથી મોટી 17 ફૂટની ઊંચાઈની મૂર્તિએ બાપાના ભક્તોની આસ્થાને પણ વિરાટ સ્વરૂપે પ્રસ્થાપિત કરી હતી. જે ઉત્તરોત્તર વધતાં વધતાં આ ર6માં વર્ષે માત્ર્ા રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ ભારતભરમાં ‘માનતાના ગણપતિ’ના નામે લાખો લોકોના મનની મુરાદ પૂરી કરી રહ્યું છે.
સાર્વજનિક ગણપતિ સ્થાપન પંડાલમાં માત્ર્ા ગણેશવંદના જ નહીં પણ 10-10 દિવસ સુધી નિત્ય સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય વિષયક વિવિધ પ્રકલ્પો સાથે તેમજ નિર્ભેળ અને માત્ર્ા ધાર્મિક દ્રષ્ટિકોણથી રજૂ થતાં સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રણેતા પણ ત્રિકોણબાગકા રાજા છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ ધૂન-કીર્તન, સંતો-મહંતોના વરદ હસ્તે મહાઆરતી, ગણેશવંદના, (નૃત્યનાટિકા), લોકડાયરો, મ્યુઝિકલ શો, બાળકોના શ્ર્લોક ગાન, બાળકો દ્વારા સામુહિક હનુમાનચાલીસા પઠન, ભક્તિ સંધ્યા, નિ:શુલ્ક મેડિકલ કેમ્પ, મહારક્તદાન કેમ્પ, શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો, ગેમ શો, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણની કથા તેમજ સાયબર અવેરનેસ સ્ત્રી અને બાળકો પર થતાં અત્યાચાર અંગે અવેશનેસ તેમજ વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવશે. જાહેર જનતા માટે ડાંડિયારાસ સ્પર્ધા સહિતના શ્રેણીબદ્ધ આયોજનો કરવામાં આવ્યા છે.
ત્રિકોણબાગ કા રાજા ગુજરાતનો એકમાત્ર્ા એવો ગણેશ પંડાલ છે જે દસે-દસ દિવસ સુધી નિત્ય પ્રાત: 7થી મોડી રાત્ર્ો 1ર-30 વાગ્યા સુધી દર્શનાર્થે સતત ખુલ્લો રહે છે. વહેલી સવારે વિવિધ શાળાએ જતી બસ અહીં બાળકોને દર્શનાર્થે લઈને આવે છે. જ્યારે બપોરની શાળામાં જતા બાળકોની સ્કૂલ બસ પણ અહીં નિયમિત દર્શનાર્થે આવાગમન કરતી રહે છે આ ઉપરાંત બપોરના સમયે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી બાપ્પાના ભક્તો છકડો, મેટાડોર સહિતના ખાનગી વાહનોમાં સતત દર્શનાર્થે આવતા જ રહે છે. જ્યારે સાંજે 7-00 વાગ્યાથી પ્રારંભ થતાં આરતી, ધૂન, સ્તુતિ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોમાં સ્થાનિકો, શહેરના ગણમાન્ય નાગરિકો, પ્રબુદ્ધોે, રાજકીય, સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક અને વ્યાપારી અગ્રણીઓનો નિરંતર પ્રવાહ રાત્ર્ો 1ર-00 વાગ્યા સુધી અવિરત વહેતો રહે છે.
- Advertisement -
રાજકોટ-સૌરાષ્ટ્રની અનેકાનેક સંસ્થાઓએ ત્રિકોણબાગ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજનને સન્માનિત કરીને બિરદાવ્યું છે. જોકે આ વર્ષે ર6માં વર્ષના આયોજન બાદ મુંબઈના લાલ બાગ કા રાજા ગણપતિ પંડાલની તર્જ પર ‘ત્ર્ાિકોણબાગ કા રાજા’ હવે કોઈપણ સ્પર્ધામાં પોતાની દાવેદારી નહિ નોંધાવે તેવું આયોજક જિમ્મીભાઈ અડવાણીએ જણાવ્યું છે. સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનારા નામી-અનામી સેવાધારીઓનું આ વર્ષથી ત્ર્ાિકોણબાગ કા રાજા પ્રેસ્ટીજીયસ એવોર્ડથી સન્માન કરવામાં આવશે તેવું કહીને જિમ્મીભાઈ અડવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે આ માટે જાહેર સેવાના કર્મચારીઓ, બહુમુખી પ્રતિભા ધરાવતા બુદ્ધિજીવીઓ, મૂકસેવકોને એવોર્ડ આપી તેઓનું જાહેર બહુમાન કરવામાં આવશે. આ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
ત્ર્ાિકોણબાગ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં દસ દિવસ દરમિયાન શ્રેણીબદ્ધ આયોજનો પ્રયોજવામાં આવ્યા છે. જેમાં તારીખ 7 ને શનિવારે સવારે 10-30 કલાકે વૈદિક મંત્ર્ાોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશજીની વિધિવત સ્થાપના, ઢોલ અને શરણાઈના સૂરે મંગલપ્રારંભ, જયારે સાંજે 7-00 કલાકે ઈસ્કોન મંદિર દ્વારા કીર્તન ધૂન, રાત્રે 8-1પ કલાકે પ્રથમ આરતી સંતો-મહંતો અને અગ્રણીઓના વરદ હસ્તે, રાત્રે 9-00 કલાકે ગણેશ વંદના-સાંસ્કૃતિક કાર્યક્રમ (નૃત્યનાટિકા) રજુ કરવામાં આવશે. તા. 8 ને રવિવાર રાત્રે 9-00 કલાકે અવધ મેં આનંદ ભયો જય રઘુવીરલાલ કી, તા. 9 ને સોમવાર રાત્રે 9-00 કલાકે મેહુલ રવાણી પ્રસ્તુત તેરી ભક્તિ તેરી મહિમા (ભક્તિસંધ્યા), તા. 10 ને મંગળવાર રાત્રે 9-00 કલાકે જનનીની જોડ સખી નહી જડે રે (મા આરાધના), તા. 11 ને બુધવાર રાત્રે 9-00 કલાકે ભવ્ય લોકડાયરો- નામી કલાકારોની રમઝટ, તા. 1ર ને ગુરૂવાર રાત્રે 9-00 કલાકે સાંઈ આરાધના – સાંઈ કા બુલાવા આયા હે, તા. 13 ને શુક્રવાર રાત્રે 9-00 કલાકે રૂચીર જાની પ્રસ્તુત ક્રાંતી બેન્ડ શો રૂચીર જાની (કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા), તા. 14 ને શનિવાર સાંજે પ-30 કલાકે નાના બાળકો માટે શ્ર્લોક સ્પર્ધા, સમૂહ હનુમાનચાલીસા પાઠ, સાંજે 7-30 કલાકે સ્કૂલના બાળકો દ્વારા ભવ્ય ડાન્સ ટેલેન્ટ, શો-ગેમ શો, તા. 1પ ને રવિવાર સાંજે પ-30 કલાકે જાહેર જનતા માટે રક્તદાન શિબિર, ફ્રી મેડિકલ કેમ્પ (વોકહાર્ટ હોસ્પિટલના સહયોગથી), રાત્રે 9-00 કલાકે શ્રીનાથજીની ઝાંખી – શ્રીજી બાવા ત્રિકોણબાગ પધાર્યા, તા. 16 ને સોમવાર સાંજે પ-30 કલાકે સત્યનારાયણ દેવની કથા, રાત્રે 9-00 કલાકે જાહેર જનતા માટે દાંડિયા રાસ સ્પર્ધા – સન્માન સમારંભ, તા. 17 ને મંગળવાર સવારે 10-30 કલાકે પૂર્ણાહુતિ પૂજન, બપોરે 1ર-30 કલાકે ત્રિકોણબાગ ચોકથી ખોખડદળ નદી તરફ ગણપતિ વિસર્જન યાત્રાનું ધામધૂમપૂર્વક પ્રસ્થાપન કરવામાં આવશે. ઉપરોક્ત 10 દિવસીય શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં પધારવા ત્રિકોણબાગ કા રાજા સમિતિ અને જિમ્મીભાઈ અડવાણીએ ધાર્મિક અનુરાગીઓને નિમંત્રણ પાઠવ્યું છે.
ઉક્ત તમામ આયોજન માટે ઝાઝા હાથ રળિયામણાની પરંપરામાં વિશ્ર્વાસ વ્યક્ત કરતી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડીયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, બીપીન મક્વાણા, નાગજી બાંભવા, કાનાભાઈ સાનિયા, રાજન દેસાણી, ભરત મક્વાણા, પ્રકાશ ઝિંઝુવાડીયા, કિશન સિદ્ઘપુરા, ભરતભાઈ રેલવાણી, દિલીપભાઈ પાંધી, ધવલ કાચા, રવિ ગોંડલિયા, વંદન ટાંક, કૃષ્ણ ભટ્ટ, ધાર્મીન ચૌહાણ, મિલન ધંધુક્યિા, આશિષ કામલીયા, અભિષેક કાચા, રાજદીપસિંહ જાડેજા, કમલેશ સંતુમલાણી, કૃણાલ મિસ્ત્રી, વિનય ટાંક, પિનાકીન ખાણધર, સન્ની કોટેચા, કાળુભાઈ ગોંડલીયા, પ્રકાશભાઈ કાપડી, દર્શન જોશી, પ્રથમ રાણપરા, અભિષેક કણસાગરા, જીત ખોપકર, પરાગ ગોહેલ, સુમિત મક્વાણા, તિલક આડેસરા, ધવલ ત્ર્ાિવેદી, ભરતસિંહ પરમાર, નિખિલભાઇ વડગામા, બલરામ ચૌહાણ, વિવેક સોંદરવા અને મોહિત સીંદે સહિતના સેવાભાવી સદસ્યો સમગ્ર આયોજનને સુપેરે પાર પાડવા છેલ્લા એકાદ માસથી ફાઉન્ડર પ્રેસિડેન્ટ જીમ્મીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ ટીમ ત્ર્ાિકોણ બાગ ભારે જહેમત ઉઠાવી રહી છે.