ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ તરણેતર ખાતે 19માં ગ્રામીણ ઓલિમ્પિક ના ભવ્ય આયોજન અંતર્ગત તારીખ 6/9/2024થી 8/9/2024 દરમિયાન કરવામાં આવેલ છે. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં જૂનાગઢ જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાઈઓ તથા બહેનો માટે ટૂંકી દોડ, લાંબી દોડ, લાંબી કુદ, કુસ્તી, વોલીબોલ ,કબડ્ડી, રસ્સાખેંચ, લંગડી વગેરે જેવી પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
- Advertisement -
આ ઓલિમ્પિકમાં ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓએ તારીખ 30/8/2024 સુધીમાં એન્ટ્રી કરાવવાની રહેશે. એન્ટ્રી કરવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે સમયસર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. આ ઓલમ્પિકમાં ભાગ લેવા માટે 12 થી 16 વર્ષ ની નાની વયના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યના સહી સિક્કા કરાવી એન્ટ્રી મોકલવાની રહેશે. વધુ માહિતી માટે કચેરી નંબર 78599 46984 પર સંપર્ક કરવાનો રહેશે તેમ જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવ્યું છે.