તાલુકા શિક્ષણ અધિકારીએ લાજ કાઢીને તપાસ કરી હોવાની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
રાજ્ય સરકાર બાળકોના શિક્ષણ માટે.ખબજ ચિંતિત અને સંવેદનશીલ છે જેના લીધે રાજકોટના TRP અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં અનેક નિયમો પણ બદલાયા છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે શિક્ષણ વિભાગની પરવાનગી વગર શરૂ થયેલી નકલી સ્કૂલની મામલો ખૂબ જ ચર્ચાસ્પદ છે જેમાં ગત 22 ઓકટોબરના રોજ ખાસ – ખબર દ્વારા ધ્રાંગધ્રા ખાતે શરૂ થયેલી નકલી સ્કૂલ બાબતનો અહેવાલ પ્રસુધશ કર્યો હતો જોકે અહેવાલ પ્રસિદ્ધ થતા જ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું હતું અને તત્કાલિક આ સ્કૂલ અંગે તપાસ માટે તાલુકા શિક્ષણ અધિકારીને આદેશ કર્યા હતા જે બાદ ધ્રાંગધ્રા તાલુકા શિક્ષણ અધિકારી જગજીવનભાઈ ભલગામિયા દ્વારા 23 ઓકટોબરના રોજ સ્કૂલ ખાતે તપાસ કરી જિલ્લા શિક્ષણ વિભાગને અહેવાલ પણ મોકલી આપ્યો હતો.
- Advertisement -
પરંતુ સ્થાનિક લેવલથી જે પણ તપાસ કરાઇ તેમાં ક્યાંકને ક્યાંક કાચું કાપ્યું હોવાની પણ વાત સામે આવી છે. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ કોઈ પણ નવનિર્માણ થયેલી સ્કૂલને ફરજિયાત રાજ્ય શિક્ષણ વિભાગની પરવાનગી લેવી પડે છે અને પરવાનગી આપ્યા બાદ જ સ્કૂલ શરૂ થઈ શકે છે. ત્યારે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પાચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ફરજિયાત બાલવાટિકામાં એડમિશન આપવું પડે છે જેનો દરેક સ્કૂલને D.I.S.E નંબર પણ આપવામાં આવે છે પરંતુ ધ્રાંગધ્રાની આ સ્કૂલને તો શિક્ષણ વિભાગની પરવાનગી જ નહિ હોવાથી કોઈ પણ પ્રકારના સરકારી રેકર્ડમાં સ્કૂલ ચાલતી હોવાનો ઉલ્લેખ જ નથી છતાં પણ દરરોજ અહી બાળકોને અભ્યાસ આપવામાં આવે છે. જોકે શિક્ષણ વિભાગની પરવાનગી વગર ચાલતી સ્કૂલમાં તપાસના આદેશ આપ્યા બાદ માટે પ્રાથમિક અભ્યાસ શરૂ છે કે નહિ ? તે બાબતની પુષ્ટિ કરી તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લામાં અહેવાલ મોકલી તપાસ આટોપી લીધી હતી. પરંતુ ખરેખર શિક્ષણ વિભાગના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી બાળકોના જીવન સાથે રમત થતી સ્કૂલની તટસ્થ તપાસ થાય તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.
મુદ્દા નં: 1
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત ફાયર સેફ્ટી સંસાધનો અને બી.યુ પરમિશન ધરાવતી સ્કુલોને જ શિક્ષણ શરૂ કરવાની પરવાનગી આપવા માટે 17 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માટે સમય આપવામાં આવ્યો છે. જેમાં 500 ચોરસ મીટરથી વધુમાં બાંધકામ ધરાવતી સ્કૂલને ફરજિયાત હોજરિલ ફાયર સેફ્ટી સંસાધન માટેનો પણ ઉલ્લેખ કરાયો છે.
મુદ્દા નં: 2
ધ્રાંગધ્રામાં કુડા ચોકડી ખાતે શરૂ થયેલ નામઠામ અને પરવાનગી વગરની સ્કૂલના બાંધકામનું ક્ષેત્રફળ 500 ચોરસ મીટર કરતા વધુ હોવા છતાં પણ પરિપત્ર મુજબ ફાયર સંસાધનો વસાવ્યા નથી જ્યારે આ સાથે સ્કૂલને બી.યુ પરમિશન પણ નહી હોવા છતાં તપાસમાં ગયેલ તાલુકા શિક્ષણ અધિકારીને આ કંઈ નજરે પાડ્યું નહિ ?
- Advertisement -
મુદ્દા નં: 3
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પાચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ફરજિયાત બાલવાટિકામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે અને આ બાલવાટિકા માટે સ્કૂલને ઉઈંજઊ નંબર આપવામાં આવે છે ત્યારે પરવાનગી વગરની સ્કૂલ પાચ વર્ષની ઉંમર કરતાં મોટા બાળકોને ઞ.ઊં.ૠનો અભ્યાસ ગણાવી શિક્ષણ વિભાગને પણ અવળા કાન પકડવા છે.