સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજને વધુ વિકસિત બનાવે: રમેશભાઈ ટીલારા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બુંદેલા સમાજ રાજકોટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓના પ્રોત્સાહિત કરવા સમાજ દ્વારા ગત તા. 18-8-2024ના રોજ સવારે 9-30 કલાકે રાજકોટ એન્જિનિયરીંગ હોલ, 3 ભક્તિનગર ઈન્ડસ્ટ્રીટલ એસ્ટેટ, જીઆઈડીસી ભક્તિનગર સ્ટેશન ચોક પાસે રાજકોટ ખાતે એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ શૈક્ષણિક વર્ષ 2023-2024 દરમિયાન સમાજના ઉર્ત્તીણ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં જ્ઞાતિના વિદ્યાર્થીઓ તથા વાલીઓ તથા સભ્યશ્રીઓ હાજર રહ્યો હતો.
આ સમારોહમાં હરહંમેશ સમાજને પ્રોત્સાહિત કરતા દાતાઓ જેવા કે મુકેશભાઈ બુંદેલા, સુષ્માબેન બારૈયા, રોહીતભાઈ બુંદેલા, હસમુખભાઈ ગોહેલ, ઈશ્ર્વરભાઈ ચૌહાણ તથા રાજકોટના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, પૂર્વધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ વગેરે દાતાઓનું બુંદેલા સમાજે શાલ તથા શિલ્ડ આપી સન્માનિત કરેલ.
આ કાર્યક્રમનું દીપપ્રાગટ્ય તથા ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, ડો. દર્શિતાબેન શાહ, પૂર્વધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ વોર્ડ નં. 7ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, શિક્ષણ સમિતિ રાજકોટના ચેરમેન વિક્રમભાઈ પુજારા, જીનીયસ સ્કૂલના ડી. વી. મહેતા, બુંદેલા સમાજના પૂર્વપ્રમુખ નીતિનભાઈ બુંદેલાના વરદહસ્તે થયું હતું અને તેઓએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસમાં વધુ પ્રયત્નો કરવા અને સમાજના ઉત્તમ નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ આયોજનમાં રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલારાએ પણ પોતાનું વક્તવ્ય આપતા કહેલ કે સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજને વધુ વિકસિત બનાવે તેવી શુભેચ્છા પાઠવેલ તથા ડો. દર્શિતાબેન શાહે પણ પોતાનું વક્તવ્ય આપતા કહેલ કે આ બુંદેલા સમાજ કે જેણે ઈતિહાસમાં ખૂબ જ લડાયક તથા ખુમારીથી દેશની આઝાદી સુધીમાં ખૂબ જ લડાયક ભૂમિકા ભજવેલ હતી અને તે ઈતિહાસ આજના વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લઈ તેના કરતા વધુ સમાજ આગળ વધે તેવો પ્રયત્ન કરવા શુભેચ્છા પાઠવેલ તથા જીનિયસ સ્કૂલના ડી. વી. મહેતાએ પણ પોતાનું વક્તવ્ય આપતા કહેલ કે આ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મહેનત કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવી સમાજનું નામ આગળ વધારે તથા બુંદેલા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. સમાજના વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને વ્યસન મુક્ત કરવા જાગૃતતા લાવવા જણાવેલ.
- Advertisement -
આ સમારોહમાં કુલ 110 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. આ સમારોહમાં દરેક વિદ્યાર્થીને શિલ્ડ તથા એજ્યુકેશન કિટ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્ઞાતિ જમણવારનું પણ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બુંદેલા સમાજના પ્રમુખ કમલેશભાઈ બુંદેલા, ઉપપ્રમુખ કિરીટભાઈ ગોહેલ, પૂર્વપ્રમુખ નીતિનભાઈ બુંદેલા, કારોબારી સભ્ય પ્રકાશભાઈ ગોહિલ, મિતેષભાઈ ગોહેલ, સુનીલભાઈ બુંદેલા, મિલનભાઈ ગોહેલ, સંદીપભાઈ બુંદેલા, હસમુખભાઈ ગોહિલ, વિપુલભાઈ ગોહેલ તથા બુંદેલા સમાજના અનેક કર્મઠ કાર્યકર્તા- સભ્યોએ પણ ભારે જહેમત ઉઠાવેલ.



