ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મેંદરડા તાલુકો ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલ છે ત્યારે તાલુકામાં ખેતીકામ કરવા પણ નાના મજુર વર્ગ દૂરથી આવે છે અને ત્યારે આરોગ્ય લક્ષી સેવાની ખુબ જરૂરિયાત હોય છે એવા સમયે મેંદરડા શહેરમાં આવેલ સરકરી હોસ્પિટલ એક્ષરે મશીન બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિક લોકો જયારે મેંદરડા સરકરી હોસ્પિટલ સારવાર લેવા જાય છે ત્યારે છેલ્લા એક મહિનાથી હોસ્પિટલનું એક્સરે મશીન બંધ હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકે જણાવ્યું હતું અને દર્દીઓને એક્સરે માટે બહાર ખાનગી હોસ્પિટલમાં જવું પડે અને જેના રૂ.300 થી 500 ચૂકવવા પડે છે જેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મુશ્કેલી પડે છે.હાલ સરકારી હોસ્પિટલમાં એક્સરે મશીન હોવા છતાં તેને ચાલુ નથી કરવામાં આવતું અને દર્દીઓ પરેશાન થઇ ને અંતે બહાર એક્સરે કરવા મજબુર બન્યા છે ત્યારે મેંદરડાના સ્થાનિક લોકોની માંગ ઉઠી છે આરોગ્ય વિભાગ આળસ ખંખેરીને તાત્કાલિક એક્સરે મશીન શરુ કરે જેનાથી નાના અને ગરીબ દર્દીઓને સારી સવલત મળે તેવી માંગ ઉઠી છે.