ગુરુવારે મા વૈષ્ણો દેવી ભવન ખાતે બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, પરંતુ યાત્રા સરળ રીતે ચાલુ છે. બુધવારે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. ગુરુવારે સવારે લગભગ 11:00 વાગ્યે, મા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તારમાં ગુલશન નગર પાસે ભૂસ્ખલન થયું હતું. ઘટના સમયે યાત્રા ચાલુ હતી પરંતુ સદભાગ્યે કોઈ યાત્રાળુને ઈજા થઈ નથી.
સાંજે વાહનવ્યવહાર ચાલુ થયો
- Advertisement -
આ રસ્તો બંધ હોવાથી ભક્તોને મા વૈષ્ણો દેવીના પ્રવેશ દ્વાર દર્શની દેવધીથી ચેતક ભવન થઈને નવા તારાકોટ માર્ગ તરફથી યાત્રા ચાલુ રાખવા માટે કહ્યું હતું. તેમજ, ગુરુવારે રાત્રે મા વૈષ્ણો દેવીની યાત્રા ચાલી રહી હતી ત્યારે પરંપરાગત માર્ગ પર દૂધબાર વિસ્તારમાં પણ અચાનક ભૂસ્ખલન થયું હતું.
જેના કારણે 30 થી 40 ફૂટ જેટલા રોડને નુકસાન થયું હતું. ટીન શેડના થાંભલા હવામાં લટકી ગયા હતા. આ ઘટના બાદ શ્રાઈન બોર્ડ પ્રશાસને નુકસાનગ્રસ્ત વિસ્તારને બેરિકેડ કરી દીધો હતો.
રિપેરિંગ કામ શરૂ કર્યું
- Advertisement -
ભૂસ્ખલન થયું હોવા છતાં પરંપરાગત માર્ગ પરથી ભક્તોની અવરજવર પર કોઈ અસર જોવા મળી નથી અને ભક્તો ઘોડા, પીટુ, પાલખી વગેરેની મદદથી તેમજ પગપાળા મંદિર તરફ આગળ વધ્ય હતા. શ્રાઈન બોર્ડ પ્રશાસનને આ ક્ષતિગ્રસ્ત રસ્તાને સંપૂર્ણ રીતે રિપેર કરવામાં 10 થી 15 દિવસનો સમય લાગી શકે છે. જો કે શ્રાઈન બોર્ડ દ્વારા તેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
હેલિકોપ્ટર સેવા સ્થગિત
શુક્રવારે વરસાદ ન હોવા છતાં પણ ત્રિકુટા પર્વત પર વાદળો છવાયેલા હોવા છતાં સવારે લગભગ ત્રણથી ચાર કલાક ભક્તો માટે હેલિકોપ્ટર સેવા શરુ કરવામાં આવી હતી, જેનો ભાવિકોએ લાભ લીધો હતો. ત્યારબાદ ફરી ત્રિકુટા પર્વત પર વાદળો એકઠા થતા હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવી પડી હતી. ગુરુવારે 28,100 ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. જયારે શુક્રવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં લગભગ 20,500 ભક્તોને દર્શનનો લાભ મળ્યો હતો.