આત્મઘાતી બોમ્બર દિલ્હીમાં VVIPને નિશાના પર લઇ શકે છે : સમગ્ર શહેરમાં કિલ્લેબંધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
- Advertisement -
15 ઓગસ્ટની આસપાસ દિલ્હીમાં આતંકી હુમલાની આશંકાથી ગુપ્તચર એજન્સીઓએ મલ્ટી ટેરર એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે યમુના ખાદર સહિત દિલ્હીના ઘણા વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
ઈન્ટેલિજન્સ એજન્સીઓએ દિલ્હીમાં આતંકવાદી હુમલાને લઈને મલ્ટી ટેરર એલર્ટ જાહેર કર્યું છે. આ મુજબ, આતંકવાદીઓ 15 ઓગસ્ટની આસપાસ કોઈ મોટા હુમલાની યોજના બનાવી શકે છે, જેમાં માનવ બોમ્બના રૂપમાં હુમલો થવાની સંભાવના છે. આતંકવાદીઓ ટટઈંઙ લોકોને નિશાન બનાવી શકે છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ એલર્ટની માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈંજઈં લશ્કર-એ-તૈયબા, ઝછઋ અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને દરેક રીતે સમર્થન આપી રહી છે અને તેમને ભારતમાં હુમલા કરવા માટે ઉશ્કેરે છે. આ એલર્ટે સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકી દીધી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે સ્વતંત્રતા દિવસ નજીક છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ સંભવિત હુમલાને નિષ્ફળ બનાવી શકાય.