દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દરિયાગંજ વિસ્તારમાંથી ISIS મોડ્યુલ આતંકવાદી રિઝવાનની ધરપકડ કરી છે. NIAએ રિઝવાન પર 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
ત્રણ લાખનુ ઈનામ ધરાવતો આઈએસનો ત્રાસવાદી ‘સૌથી ખતરનાક’ની શ્રેણીમાં હતો: આઝાદી પર્વમાં ગરબડ સર્જવા ષડયંત્ર રચાયુ છે કે કેમ સહિતના મુદ્દે પુછપરછ
- Advertisement -
શાહનવાઝ મોડ્યુલનો છે આ આતંકી
આતંકી રિઝવાન અલી દરિયાગંજનો રહેવાસી છે. બે વર્ષથી ફરાર હતો. તે લાંબા સમયથી NIA કેસમાં વોન્ટેડ હતો. આ મોડ્યુલ ISISનો હોવાનું કહેવાય છે. તે પાકિસ્તાની સુરક્ષા એજન્સી ISI માટે પણ કામ કરે છે. બે વર્ષ પહેલા શાહનવાઝ મોડ્યુલ દેશમાં આતંકી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. ત્યારે ગુપ્ત માહિતીના આધારે પુણેમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે ઇમરાન અને અન્ય કેટલાકને પકડી લીધા હતા. જો કે તે દરમિયાન રિઝવાન ફરાર થઈ ગયો હતો.
ઓક્ટોબર 2023માં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIS પુણે મોડ્યુલના આતંકવાદી શાહનવાઝની સાથે મોહમ્મદ અરશદ વારસી અને રિઝવાન નામના શંકાસ્પદની ધરપકડ કરી હતી. આ મોડ્યુલનો અન્ય એક શંકાસ્પદ આતંકવાદી રિઝવાન ફરાર હતો. જેના પર NIAએ 3 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું. એ જ રિઝવાનની હવે ધરપકડ કરવામાં આવી છે. NIAએ ISIS પુણે મોડ્યુલ કેસમાં 7 લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણ આતંકીઓ ભાગી ગયા હતા.
તપાસ એજન્સીઓએ કરી પૂછપરછ શરુ
ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ પહેલા રિઝવાનની ધરપકડથી દિલ્હી પોલીસ અને એનઆઈએ જેવી તપાસ એજન્સીઓએ રાહતના શ્વાસ લીધા હશે. હવે આ એજન્સીઓ તેનો પ્લાન જાણવા માટે તેની પૂછપરછ કરી રહી છે. જેથી કોઈ અણગમતી ઘટના બનતી અટકાવી શકાય.