ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા હોમ ગાર્ડ અઘિકારી વિજયભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં સેવા આપતા બે હોમ ગાર્ડ જવાનો માટે મે.ડાયરેકટર જનરલ હોમ ગાર્ડ ગુજરાત રાજ્ય કલ્યાણ નિધી ફંડ માંથી મંજૂર થયેલ સહાય ચુકવવાનો એક કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તથા જીલ્લા હોમ ગાર્ડ અઘિકારી વિજયભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.વેરાવળ યુનિટ માં સેવા આપતા ક્રિષ્નાભાઈ સુરેશભાઈ ચુડાસમા ફરજ ઉપર મૃત્યુ પામ્યા હતા તેમજ પ્રભાસપાટણ યુનિટ નાં સભ્ય પરેશભાઈ નરોત્તમભાઈ મોરબીયા નું બિમારી સબબ મૃત્યુ થયું હતું.બંને જવાનો માટે જીલ્લા હોમ ગાર્ડ કમાન્ડીંગ વિજયભાઈ ઠાકરે સહાય દરખાસ્તો તૈયાર કરી વડી કચેરી મોકલેલ જેના અંતર્ગત ક્રિષ્ના સુરેશભાઈને રૂ.2 લાખ 05 હજાર મૃત્યુ સહાય તેમજ પરેશભાઈ નરોત્તમભાઈ મોરબિયા રૂ.1 લાખ 55 હજાર બીમારી સબબ મૃત્યુ સહાય મંજૂર કરી હતી.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ બંને જવાનોને સહાયના ચેકો અર્પણ કરી બંને મૃતક જવાનોના પરિવારોને સાંત્વના આપી કોઈપણ કામકાજ માટે સહાયભૂત થવાની જિલ્લા પોલીસ વડાએ હિંમત સાથે ધરપત આપી હતી.આ કાર્યક્રમમાં એસ.પી કચેરીના પરેશભાઈ ગૌસ્વામી,જિલ્લા હોમગાર્ડ કચેરીના કે.જે ગોહિલ,એ.એમ.વરૂ,વેરાવળ યુનિટના રણજીતભાઈ પિલાઈ,પ્રભાસપાટણ યુનિટના અભયસિંહ ચુડાસમા,તાલાલા યુનિટના વિજયભાઈ વાજા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.