રાજકોટની માસૂમ સ્કૂલના વિધાર્થીઓ અને ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં કામ કરતી મહિલાઓને અભયમ સેવાથી કરાયી માહિતગાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ” વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં માસુમ સ્કૂલના વિદ્યાર્થીઓને અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કામ કરતી મહિલાઓને કાઉન્સેલ શિલ્પાબેન પરમાર એ 181 વિશે માહિતી આપેલ. મહિલા સાથે થતી હિંસા શારીરિક, જાતીય, માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓની માહિતી આપેલ. તથા સંકટ સમયે સાથ આપતી 181 એપ્લિકેશન વિશે માહિતી આપેલ આ એપ્લિકેશનથી સ્માર્ટ ફોનમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે મોબાઇલ શેકિંગ કરતા (જોરથી હલાવતા ) પણ કોલ થઈ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મેળવી શકે. મોબાઇલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરવાનું ચોક્કસ સ્થળ ગૂગલ ના નકશામાં લેટ લોંગ સાથે મળી જશે.
- Advertisement -
મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇન સેન્ટરમાં મોકલી શકશે.